- સુરતમાં રસ્તા પર સ્ટ્રીટ વેન્ડર દ્વારા ભીખ માગી અનોખો વિરોધ
- સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોશ
- વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર ભીખ માંગી વિરોધ કર્યો
- આગામી સમયમા પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ની ચીમકી
સુરતના પાલ આરટીઓ ખાતેના ખાણી પીણીની લારીઓ વાળા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી પાલિકાની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. પાલ આરટીઓ ફૂડ વેન્ડર અને છૂટક વેપારી દ્વારા પાલ આરટીઓ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને અનોખો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્ર થઈને જાહેર રોડ ઉપર એક સાથે ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. રસ્તા પર નાસ્તાની લારી ચલાવનાર ટ્વિંકલ રાઠોડ એ જણાવ્યું હતું કે પાલિકાએ અમારી લારી બંધ કરાવી દેતા અમારી સ્થિતિ કફોડી બની ચુકી છે. એક મહિનાથી કમાણી બંધ થઈ ગઈ છે. અમારા પરિવારનો નિર્વાહ લારીની આવક પર જ ચાલે છે. રસ્તા પર અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમારી માંગ છે કે અમને રસ્તા પર વેપાર માટે લારી ના મુકવા દો તો વાંધો નહીં પરંતુ કાયદાકીય જે પણ થઈ શકતું હોય તે રીતે અમને જગ્યા ફાળવીને ધંધો કરવા માટે છૂટ આપવામાં આવે.
આ સમાચારનો વધુ અહેવાલ વિડિયોમાં જોશો
યાસીન દારા, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં
