- પાલિકાની સામાન્ય સભામાં BRTS અકસ્માતનો મુદ્દો ઉછળ્યો
- વિપક્ષે રમકડાની બસ સાથે નોંધાવ્યો અનોખો વિરોધ
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષી સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સીટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં શાસકો દ્વારા બીઆરટીએસ અને સીટી બસનું યોગ્ય સંચાલન ન થતું હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યોએ સભામાં રમકડાંની બસ હાથમાં લઈ અનોખો વિરોધ દર્શાવ્યો હતો.સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજરોજ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરીયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું.
કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાના લઈ વિપક્ષે આજ રોજ સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કતારગામમાં બનેલ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સીટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ અને વિરોધ દર્શાવ્યો હતો.
આ સમાચારનો વધુ અહેવાલ વિડિયોમાં જોશો
મુકેશ સાથે સાબિર, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં