- 31st ને લઇ સુરત શહેર પોલીસ આવી એક્શન મોડમાં
- સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ શરૂ
આગામી 31મી ડિસેમ્બરના પગલે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિત ડ્રગ્સનું સેવન કરતા તત્વોને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી નશો કરી વાહન હંકારતા તત્વો અને ઝડપી પાડવા માટે વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ સાથે નશો કરી વાહન ચલાવતા તત્વોને ઝડપી પાડવા માટે ખાસ બ્રેથ એનેલાઇઝર મશીન નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.. તમામ ચેકિંગ પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે. જેમાં ડાર્ક ફિલ્મવાળી કાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી ના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા શહેરના તમામ ચેક પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના આદેશના પગલે શહેરના તમામ નાકા અને ચેક પોઇન્ટ પર પોલીસ દ્વારા શંકાસ્પદ જણાય આવતા વાહન ચાલકોને અટકાવી તપાસ કરવામાં આવી રહી છે. એટલું નહીં પરંતુ નશાખોરોને ઝડપી પાડવા માટે બ્રેથ એનેલાઈઝર મશીન નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ડ્રગ્સ નું સેવન કરતાં તત્વોને ઝડપી પાડવા આ વખતે પણ ખાસ ડ્રગ્સ ડિટેક્ટિવ કીટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં શાંતિપૂર્ણ પણ માહોલમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી ચેકીંગ સઘન કરી દેવામાં આવ્યું છે. આ માટે સુરત પોલીસ દ્વારા 4000 થી વધુ પોલીસ જવાનો, 960 હોમગાર્ડના જવાનો, 500 થી વધુ ટીઆરબી જવાનો અને ચાર જેટલી એસઆરપીની કંપની પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે. તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે સીસીટીવી અને ડ્રોન કેમેરાનો પણ સુરત પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચારનો વધુ અહેવાલ વિડિયોમાં જોશો
મુકેશ ગુરવ સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં