જય અંબે
ૐ
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
(ગતાંક થી ચાલુ)
(ભાગ – ૨ )
પહેલુ પ્રકરણ વાંચ્યા પછી ઘણા મિત્રોના ફોન આવ્યા કે ૐ તો આધ્યાત્મિક શબ્દ છે. તો શુ તેનો ભૌતિક ઇચ્છાની પૂર્તિ માટે પણ ઉપયોગ થઇ શકે ? આવુ વિચારતા તમામ મહાનુભાવોને વિનતી કે પહેલા પ્રકરણ મા મે સ્પષ્ટ લખ્યુ છે કે કોઇ પણ વસ્તુ ને માનતા પહેલા એને સંપુર્ણ જાણવી કે સમજ્વી જોઇએ. માટે ધીરજ રાખો, પહેલા ૐ ની સંપુર્ણ સમજ કેળવીએ, આગળ નો રસ્તો આપોઆપ દેખાવા માંડશે. ચાલો હવે આગળ વધીએ.
ૐ ની સમજ
પહેલા આપણે સૃષ્ટિ ઉત્પન્ન થતી વખતે ૐ નાદ નો ઉદભવ કેવી રીતે થાય તે ટુંકમા સમજીએ.
તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે ૐ એ કોઇ અક્ષર નથી પણ એક નાદ છે, એક ધ્વની છે. ૐ કોઇપણ ભાષા ની બારાખડીમા નથી. છતા પણ ૐ નુ ધ્વની અને અક્ષર બન્ને રીતે મહત્વ છે. જેમ ભગવાન ને આપણે જોઇ શક્તા નથી પરંતુ મૂર્તિ બનાવીને પૂજા દ્વારા અનુભવી શકીએ છીએ, તેમ ૐ ધ્વની ને આંખ થી અનુભવવા અક્ષર નો ઉપયોગ કરવામા આવે છે. હિંદુ ધર્મ મા “વેદો” સર્વ સ્વીકાર કરાયેલા મુખ્ય શાસ્ત્રો છે. કહેવાય છે કે, વેદ, એ પ્રભુની એટલે કે નારાયણની ઉચ્ચારેલી વાણી છે. વેદોમા પરમાત્માને નિરાકાર કહ્યા છે. છતા પણ આપણી આખી સૃષ્ટિ ની ઉત્પત્તિમા પરમાત્મા મહત્વનો ભાગ ભજવે છે.
જ્યારે પરમાત્મા નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છાથી “રેચક”ની સ્થિતિમા આવે છે, ત્યારે શ્રુતિમા દર્શાવેલા “તત્સદબ્રહ્મ” માનુ એક્માત્ર “તેજ” અથવા “સત” એકાકાર “મહતત્વ” રુપે ઉત્પન્ન થાય છે. આ “મહતત્વ”થી સોનેરી રંગ નો દડો (હિરણ્યગર્ભ) ઉત્પન્ન થાય છે. આ હિરણ્યગર્ભ મા નારાયણી ની ત્રિગુણાત્મક શક્તિથી બ્રહ્મા, અને વિષ્ણૂ નો પ્રવેશ થાય છે. એક વર્ષ પછી આ હિરણ્યગર્ભમા “વિસ્ફોટ” થાય છે, અને તેના ૨ ભાગ થાય છે. પહેલા ભાગ થી ભૂર્લોક અને પાતાળ, બીજા ભાગ થી ભૂવર્લોક અને સ્વર્ગલોક અને વચ્ચે આકાશ ઉત્પન્ન થાય છે. (ભુર, ભુવ, સ્વહ). આ જે વિસ્ફોટ થાય છે, તેનાથી જે “નાદ” અથવા “ધ્વનિ” ઉત્પન્ન થાય છે, તેને જ “ૐ” કહેવામા આવે છે.
આથી જ ૐ ને વેદોનુ મૂળ, ખુદ નારાયણે ઉચ્ચારેલી વાણી, ગાયત્રીનુ મૂળ અને વાણીનુ મૂળ પણ કહેવામા આવે છે. પ્રુથ્વિની ઉત્પત્તિ થઈ ત્યારથી ૐ ધ્વનિ આપણી આજુબાજુના વાતાવરણમા હમેશા રહેલો છે. આથી ૐ ને “ઉદગીથ” કહેવામા આવે છે. ૐ ધ્વનિ કોઇ પણ વસ્તુઓના ટકરાવ વગર કુદરતી રીતે જ અનુભવાય છે, આથી એને “અનાહટ નાદ” પણ કહેવામા આવે છે. ૐ ધ્વનિ ની કોઇ સીમા નથી તેમજ તેની કોઇ શરુઆત અથવા કોઇ અંત નથી, આથી એને “અનહદ નાદ” પણ કહેવામા આવે છે. આ નાદ ને આપણે થોડા અભ્યાસથી ગમે ત્યા સાંભળી શકીયે છીએ. દરિયાની લહેરો, સૂસવાટા મારતો પવન, જરમર વર્ષા, વગરેમા કૂદરતી રીતે ૐ નાદ સાંભળી શકાય છે. એક લાંબૂ નળાકાર ભૂંગળૂ લઇ ને એક બાજૂ કાન રાખી સાંભળવાથી પણ આ નાદ ની અનૂભૂતિ કરી શકાય છે.
ૐ નુ મહત્વ:
વેદ, ઉપનિષદ, દરેક પૂરાણો અને ગીતામા ૐ ની ગાથા ગાવામા આવી છે. ૐ ને ધ્યાન ધરવામા અને વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. ૐ અક્ષર વડે, આત્મા દ્વારા પરમાત્માને સમજી શકાય છે. ૐ ને એકાક્ષર મંત્ર પણ કહેવામા આવે છે. પરમાત્મા અને આ સૃષ્ટિને સમજ્વાનો સંપુર્ણ સાર આ ૐ અક્ષરમા છે. વેદાધ્યાનમા પ્રણવ નો પહેલો ઉચ્ચાર ૐ એ જ મંગલ છે અને એનાથી જ મંગલાચરણ થાય છે. ફક્ત હિંદુ ધર્મ મા જ નહી, પરંતુ જૈન, બોદ્ધ, શીખ વગેરે ઘણા ધર્મો મા ૐ નુ મહત્વ સ્વિકારાયુ છે. “નાસા” ના સંશોધન પ્રમાણ્રે સૂર્ય માથી જે ધ્વની ઉત્પન્ન થાય છે તે ૐ ને મળતો ધ્વની છે.
ૐ અક્ષર ની સમજ:
ૐ અક્ષર કુલ પાંચ ભાગ મા વહેચાયેલો છે. “અ “કાર, “ઉ” કાર, “મ” કાર, “માત્રા” અને “બિંદુ”. અહી અ+ઉ+મ આ ત્રણ અક્ષરો ને અડ્ક્યા વગર ઉપર માત્રા છે અને તેને અડ્ક્યા વગર ઉપર બિંદુ છે. આ જે બિંદુ છે તે જ પરમેશ્વર ( પરમાત્મા, પરમબ્રહ્મ, અક્ષરાતીત) નુ સ્થાન છે. તેની નીચે જે માત્રા છે તે અવિનાશી બ્રહ્મ (નારાયણ + નારાયણી નુ ઉભય અને યુગ્મ સ્વરૂપ) નુ સ્થાન છે. આ સ્થાન ને “અક્ષર” (એટલે કે જેનો નાશ નહિ થાય ) કહેવામા આવે છે. માત્રા ની નીચે જે ૐ છે તેમા જે “અ “કાર છે તે ઇશ્વરો (બ્રહ્મા, વિષ્ણૂ, મહેશ, ઇશ્વર ના અવતારો, શિવ- શક્તિના અવતારો વગેરે) નુ સ્થાન છે. જે “ઉ” કાર અને “મ” કાર થી ઉંચુ પણ તેમની સાથે જોડાયેલ છે. સામાન્ય માણસો આ જ સ્થાન ની ભક્તિ અને પૂજા કરે છે. આ જ સ્થાન અવિકારી કહેવાય છે, કારણ કે “અ” અક્ષર બોલવા માટે હોઠ, દાંત, જીભ કે કંઠ નો આધાર લેવો પડતો નથી. આ જ સ્થાન “ઇશકોટી” પણ કહેવાય છે. “મ” કાર મા પ્રુથ્વી થી ઉપર નુ સ્થાન જેમા તેજ, વાયુ, આકાશ અને તેની ઉપર સ્વર્ગલોક, દેવલોક વગેરે સમાયેલા છે. આ સ્થાન “દેવકોટી” પણ કહેવાય છે. “ઉ” કાર મા આત્મા, મહાત્મા, હંસાત્મા, જીવ વગેરે નુ સ્થાન છે જેને “જીવકોટી” પણ કહેવાય છે. આ ત્રણે સ્થાન ક્ષર કહેવાય છે. (એટ્લે કે જેનો નાશ થાય). શ્રી ક્રુષ્ણ ભગવાને ગીતા ૧૫∙૧૬ અને ૧૫∙૧૭ મા આની સ્પષ્ટ સમજૂતિ આપી છે. આ જ ૐ અક્ષરમા પાંચ વેદ સમાયેલા છે એવુ કહેવાય છે. વેદ નારાયણના મુખેથી બોલાયેલા વેદ ને બ્રહ્માજીએ ગ્રહણ કર્યા પછી બ્રહ્માજીના પાંચ મુખ વડે જે પાંચ વેદ પ્રચલિત થયા તેમા, પૂર્વ તરફ ના મુખેથી “ઋગ્વેદ”, પશ્ચિમ તરફના મુખેથી “સામવેદ”, દક્ષિણ તરફના મુખેથી “અથર્વવેદ”, ઉત્તર તરફના મુખેથી યજુર્વેદ(માત્રા) અને ઉપર નુ પાંચમુ મુખ જે શિવ ભગવાને છેદન કર્યુ હતુ ( શિવ કપાલી કેમ કહેવાયા તે વાર્તા વાંચવા વિનંતી) તેને “સુક્ષ્મવેદ” કહેવામા આવે છે. આ સુક્ષ્મવેદ જ બિંદૂ નુ સ્થાન છે. અને પરમાત્માને સમજવા માટેનુ જ્ઞાન છે. બીજી રીતે સમજીએ તો “ઉ” કાર અજ્ઞાન છે. “મ” કાર જ્ઞાન + અજ્ઞાન છે, “અ” કાર શુદ્ધજ્ઞાન છે, માત્રા મા વિશિષ્ઠજ્ઞાન છે અને બિંદુ મા પરમાત્મા ને સમજવા માટે નુ તત્વજ્ઞાન છે.
લેખક : અનુપ શાહ
(ક્રમશ…)
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.