પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિને લઈને દેશમાં વિરોધ પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું. રવિવારે, જેલમાંથી, ઇમરાન ખાને વિરોધની અપીલ કરી અને તેમના પક્ષના કાર્યકરોને 24 નવેમ્બરના વિરોધમાં સામેલ થવા અથવા પાર્ટી છોડવા કહ્યું. ઈમરાન ખાને દેશમાં થઈ રહેલા વિરોધને તેમની મુક્તિ માટે “અંતિમ કૉલ” નામ આપ્યું છે. ઈમરાન ખાનની અપીલ બાદ ઈસ્લામાબાદમાં ડી ચોકમાં તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકો એકઠા થયા છે. ડી ચોક એ જ જગ્યા છે, જેની આસપાસ દેશની ઘણી મહત્વપૂર્ણ સરકારી ઇમારતો, પીએમ ઓફિસ, સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન સ્થિત છે.
તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો કાર્યકરો સાથે હિંસક અથડામણ થઈ છે, જેમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. આ પછી બંધારણની કલમ 245 હેઠળ દેશમાં સેના તૈનાત કરવામાં આવી છે. પાકિસ્તાન (Pakistan) ની સેનાએ પણ સ્થળ પર દેખાવકારો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.
A massacre has unfolded in Pakistan at the hands of security forces under the brutal, fascist military regime led by the Shehbaz-Zardari-Asim alliance. The nation is drowning in blood. Today, armed security forces launched a violent assault on peaceful PTI protesters in… pic.twitter.com/JDDSVfKDqb
— PTI (@PTIofficial) November 26, 2024
આ કેસમાં ઈમરાન ખાન જેલમાં ગયા હતા
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી અદિયાલા જેલમાં કેદ છે. ઈસ્લામાબાદ કોર્ટ દ્વારા 5 ઓગસ્ટ, 2023 ના રોજ તેમને તોશાખાના કેસમાં આરોપી જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
24મી નવેમ્બરને ગુલામીમાંથી આઝાદીનો દિવસ જાહેર કરવામાં આવ્યો
ઈમરાન ખાને આ વિરોધને આઝાદીની લડાઈ ગણાવી છે. ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર પણ લખ્યું કે, “24 નવેમ્બર ગુલામીમાંથી આઝાદીનો દિવસ છે. દેશે નક્કી કરવાનું છે કે બહાદુર શાહ ઝફરની જેમ ગુલામીની ઝૂંસરી પહેરવી કે ટીપુ સુલતાનની જેમ આઝાદીનો તાજ પહેરવો. સોશિયલ મીડિયા પર આરોપ લગાવતા ઈમરાન ખાને લખ્યું કે તેમને જેલમાં ધકેલી દેવા એ તેમને સત્તામાં પાછા આવવાથી રોકવા માટે એક રાજકીય ષડયંત્ર છે. તેમની પાર્ટીના કાર્યકરો ફરીથી ચૂંટણીની માંગ કરી રહ્યા છે અને તેઓ દાવો કરે છે કે છેલ્લી ચૂંટણીમાં હેરાફેરી થઈ હતી.
Dear Mob, welcome to the D Chowk. We love you so much that we have let you come this far, and now you are only at a walking distance from the Parliament, the PM House, the presidency, the PM secretariat, the SC, the EC, IHC. Go, have fun. Obliged, the State pic.twitter.com/ibdn7p3lyg
— Syed Talat Hussain (@TalatHussain12) November 26, 2024
આ પણ વાંચો : PAN 2.0 બનાવવા માટે શું કરવાની જરૂર છે, તમે કેવી રીતે અરજી કરી શકશો?
PTI સમર્થકોની આ ત્રણ માંગણીઓ છે
ઈમરાન ખાનની પાર્ટી અને તેમના સમર્થકો ઈસ્લામાબાદમાં ત્રણ મુખ્ય માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પહેલું- ઈમરાન ખાન અને તેમની પાર્ટીના કાર્યકર્તાઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે. બીજું- 2024માં યોજાયેલી ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લેવા જોઈએ (આ ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટીને ભારે સમર્થન મળ્યું હતું). ત્રીજું- 26મો બંધારણીય સુધારો અધિનિયમ, જે સંસદમાં અદાલતોની શક્તિને ઘટાડે છે, તેને પાછો ખેંચવો જોઈએ.
પાકિસ્તાન (Pakistan) માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ એક મોટો પડકાર છે
દેશભર (Pakistan) માં ફેલાયેલી અશાંતિના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. પ્રદર્શનકારીઓના હિંસક વલણ અને સુરક્ષા દળોની કડકાઈના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. પાકિસ્તાન (Pakistan) હાલમાં તેના રાજકીય અને સામાજિક ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી