Gambhira Bridge Collapse: મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ (Gambhira Bridge) -આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.
પુલ તૂટી પડવાની ઘટના અંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ જણાવ્યું હતું કે, “અમને ગંભીરા પુલને થયેલા નુકસાનની માહિતી મળી છે, જેના કારણે આ અકસ્માત થયો હતો. નિષ્ણાતોની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.”
ચેતવણી બાદ પણ પુલ પર અવરજવર બંધ ન થઈ
આ પુલ (Gambhira Bridge) તૂટી પડવાથી નદીમાં પડી ગયેલા 4 વાહનોમાંથી બે ટ્રક સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગયા હતા, જ્યારે એક ટેન્કર અડધું લટકતું રહ્યું. પુલ તૂટી પડતાં જ ઘટનાસ્થળે અંધાધૂંધી મચી ગઈ હતી અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું.
Gambhira Bridge 1981માં બનાવવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આ પુલ (Gambhira Bridge) 1981માં બનાવવામાં આવ્યો હતો અને 1985માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં તેની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ આ પુલ વિશે પહેલાથી જ ચેતવણી આપી હતી અને નવા પુલની માંગણી કરી હતી. તેમ છતાં, પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી ન હતી. હવે સરકારે 212 કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાની મંજૂરી આપી છે અને આ માટે સર્વે પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમેરિકા: રજાઓ ગાળવા ગયેલા ભારતીય (Indian) પરિવાર, રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત
મુખ્યમંત્રીએ નિષ્ણાતોની ટીમને તપાસનો આદેશ આપ્યો છે.
ઘટનાની ગંભીરતા જોઈને મુખ્યમંત્રીએ ટેકનિકલ નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે મોકલીને તપાસનો આદેશ આપ્યો છે. અકસ્માત બાદ તરત જ અધિકારીઓ સક્રિય થઈ ગયા અને નદીમાં પડી ગયેલા વાહનોને દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. તે જ સમયે, તરવૈયાઓએ મૃતદેહો બહાર કાઢવાનું શરૂ કર્યું.
આ ઘટના ફરી એકવાર જૂના અને નબળા માળખાકીય સુવિધાઓ પર પ્રશ્નો ઉભા કરે છે. જો સમયસર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હોત અને નવા પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હોત, તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. હવે જોવાનું એ છે કે તપાસ અહેવાલમાં શું બહાર આવે છે અને ગુનેગારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ ?
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી