India vs Australia 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ધ ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી (IND vs AUS 3rd Test) મેચ ડ્રો થઇ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મેચના પાંચમા દિવસે ટી-બ્રેક બાદ મેચ શરૂ થઈ શકી ન હતી. વરસાદ અને ઓછા પ્રકાશને જોતા મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હજુ પણ શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. હેડે 152 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. આકાશ દીપ અને નીતિશ રેડ્ડીએ 1-1 વિકેટ લીધી હતી.
IND vs AUS Test માં ટીમ ઈન્ડિયા માટે રાહુલનું જોરદાર પ્રદર્શન –
IND vs AUS Test માં ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 260 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલે 139 બોલનો સામનો કરીને 89 રન બનાવ્યા હતા. તેમણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી. તેમણે 123 બોલનો સામનો કરીને 77 રન બનાવ્યા હતા. જાડેજાની આ ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આકાશ દીપે અંતમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેમણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો : R Ashwin Retirement: 14 વર્ષ, 765 વિકેટ અને 4394 રન, અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
IND vs AUS Test માં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ તબાહી મચાવી દીધી –
ઓસ્ટ્રેલિયાના બીજા દાવ દરમિયાન ભારતીય બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 89 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, આ પછી તેણે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. એલેક્સ કેરીએ અણનમ 20 રન બનાવ્યા હતા. કમિન્સે 22 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી બોલિંગ દરમિયાન બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ લીધી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી