
- ઓલપાડના માસમા ગામેથી ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપાયું
- પોલીસે 28.14 લાખનો મુદામાલ સાથે ચાર ને ઝડપી પાડ્યો : એજન્સી સંચાલક ફરાર
આ ગુજરાત બેઈમાન કેમ બની રહ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે સુરતના ઓલપાડ માસમા ગામેથી ઇન્ડેન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસમોટુ કૌભાંડ સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસે ઝડપી પાડ્યું છે.. પોલીસે ઘટના સ્થળેથી 28.14 લાખના મુદામાલ સાથે ચારને ઝડપી પાડ્યા હતા.. જુઓ અમારો વિશેષ અહેવાલ… બોલો હવે ગેસ કાઢવાનું કૌભાંડ
આ દ્રશ્ય સુરત ઓલપાડ રોડ પર આવેલા માસમા ગામના છે… પોલીસની ગાડીઓ અને પોલીસ, પુરવઠા મામલતદાર ની હાજરી જોઈ અંદાજ આવી જાય છે કે તંત્ર એ કોઈ મોટી કાર્યવાહી કરી છે… જીહા… સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસને બાતમી મળી હતી કે કે ઓલપાડના માસમા ગામની સીમમાં ઇન્ડેન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસમોટુ કૌભાંડ ઝડપાયું છે. એલ. સી. બી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિન્કી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉન માં મોટા પ્રમાણમાં ઇન્ડેન કંપની ના રાંધણ ગેસના સિલિન્ડર નો જથ્થો છે અને આ સિલિન્ડર માંથી ગેસ કાઢી ગેરકાયદે ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી 858 સિલિન્ડર, નાના, મોટા 9 વાહનો મળી 28.14 લાખનો મુદામાલ સાથે ચાર ને ઝડપી પાડ્યા છે.. ઓલપાડ પુરવઠા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે રંગેહાથ સિલિન્ડર માંથી ગેસ કાઢતા ઝડપી પાડ્યા હતા. ચાર ઈસમો મહિપાલ ખીચડ, પરમાનંદ ભાડું, સુનિલ બરદ, સુરેન્દ્ર દારા ને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા જયારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત સાત લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.