- ગાંધીધામ ચેમ્બરની ઉમંગભરી ચૂંટણીમાં તેજાભાઈ કાનગડ પેનલ માટે એક તરફી ઝુકાવ,
- 88.89% જેટલું જંગી મતદાન
ગાંધીધામ શહેરભરમાં ભારે ઉત્કંઠા જગાવનાર જિલ્લાનું સૌથી મોટુ વેપારી મહાજન અને રાજ્યમાં પણ અદકેરુ સ્થાન ધરાવનાર ગાંધીધામ ચેમ્બરની ચૂંટણીમાં વેપારીઓએ એક તરફી મતદાન કરી તેજાભાઈ કાનગડની આખી પેનલ વિજેતા બનાવી તેમના વહીવટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગત એક મહિનાથી શહેરભરના દરેક વર્ગમાં ચર્ચામાં રહેલી આ ચૂંટણીના દિવસે સવારથી ચેમ્બર પ્રાંગણમાં મતદાન માટેભીડ ઉમટી હતી અને કુલ 3109 સભ્ય પૈકી 2754 સભ્યએ મતદાન કર્યા હતા જેમાંથી 149 મત રદ્દ બાતલ થયા હતા આમ 88.89% જેટલું વધુ ભારે મતદાન કરી સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. ગાંધીધામ ચેમ્બરની 2023-’25 માટે ગતરોજ
યોજાયેલી ચૂંટણી ઘણા અર્થે અલગ બની રહી, એક તરફ સતાધારી તેજાભાઈ કાનગડની પેનલ હતી. તો બીજી તરફ અગાઉ લાંબા સમય સુધી ચેમ્બરમાં શાસન ચલાવનારી દિનેશભાઈ ગુપ્તા પ્રેરીત પડકાર આપનાર પેનલ હતી. સતાધારી પેનલે ભારે ઉત્સાહ અને સક્રિયતા દાખવી સાથે માઈક્રો મેનેજમેન્ટ કરી એક એક મતદાતા સુધી પહોંચ્યા હતા. તેમજ ગત બે વર્ષમાં તેમણે સતત સક્રિય રહીને વેપારીઓ, ઉધોગો સાથે નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પણ તત્પરતા દાખવી હતી. તો આજ સમયગાળામાં ઘણા મોટા નિર્ણયો લેવાથા હતા. રવિવારના સવારના 8થી 1 વાગ્યા સુધી આઠ બુથ પર સતત મતદાતાઓનો મારો રહ્યો, જેના કારણે ચેમ્બર ભવન જતા તમામ માર્ગો પર ટ્રાફિક જામ અને કારોનો કાફલો ખડકાયેલો જોવા મળ્યો. હતો. બપોર સુધીમાં મતદાન પત્યા બાદ મતોની ગણતરી ચાલુ થતા દરેક સામે આવતા પરિણામની જાહેરાત થતા વેપારી આલમે ચીચીયારીઓથી વિજેતાઓનું સ્વાગત કરતું હતું. રાત્રીના આઠ વાગ્યા સુધીમાં તે ચીત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું કે તેજાભાઈ કાનગડની પેનલ આખી વિજય પ્રાપ્ત કરી રહી છે. સમગ્ર કામગીરીમાં પ્રીસાઈડીંગ ઓફિસર તરીકે વાચોનિથી આર્ય, જોઇન્ટ પીઆરઓ તેજસ પુજારા, ઓમકારસિંહ જાડેજા કિશન રામજીયાણી, ડી.બી. સિતાપર, જયદેશ કેડીયા, ડો. સરમન સોલંકી. મુરલી ગલાણી, વિશાલ કેલા, બી ડિવિઝન પીઆઈ એમ.ડી.ચૌધરી તેમજ ટીમ અને ચેમ્બરનો સ્ટાફ જોડાયો હતો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.