- તડ ગામના ખાનગી એગ્રોમાંથી ડી.એ.પી ખાતર નકલી નીકળવાનો ખેડૂતોનો આક્ષેપ
- ખેડૂતોને ઘઉં નાં પાકમાં થયું મોટું નુકસાન
ગીર સોમનાથ ના મીતિયાજ ગામ ના ખેડૂતો એ ઉના તાલુકા ના તડ ગામના ખાનગી એગ્રો માંથી ખરીદેલું ડી.એ.પી ખાતર નકલી નીકળવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોને ઘઉં નાં પાક માં થયું મોટું નુકસાન
કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂતોએ ઘઉંની વાવણીના સમયે ખાતર ની ખાસ જરૂરિયાત સમયે ઉના તાલુકાના તડ ગામે કિસાન એગ્રો માંથી ડી.એ.પી ખાતરની ખરીદી કરી હતી. આ ખાતર ખેડૂતોએ ઘઉંની વાવણી સમયે ઉપયોગ કર્યો આજે અંદાજે એકથી દોઢ માસ થવા છતાં પણ ઘઉમાં વૃદ્ધિ ન થતા ખેડૂતોને શંકા જતા નિષ્ણાતોની અને ખેડૂત આગેવાનો ની સલાહ લઈ તપાસ કરતા લીધેલું ખાતર નકલી હોવાનું જાણવા મળતા ખેડૂતોના ઘઉંના પાકને નિષ્ફળ ગયો છે.ખેડૂતો ની “પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ થઈ છે આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી પામેલા ખેડૂતોની મુલાકાત લઇ ખાતર ની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિ એ ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથ ને પત્ર લખી માગણી કરી છે.
આ મામલે કિસાન એકતા સમિતિ એ જણાવ્યું હતું કે જયારે ઘઉંની વાવણી ના સમયે કોડીનાર પંથકમાં ખાતરની તીવ્ર અછત હોવાથી અનેક ખેડૂતો એ જ્યાં થી ખાતર મળ્યું તે ખરીદી વાવણી કરી હતી જે પૈકી મિતિયાજ ગામ ના 20 થી 25 ખેડૂતો એ તડ ગામે એગ્રો માંથી ડી.એ.પી ખાતર ખરીદી વાવણી કરી હતી પણ આ ઘઉં ને એક દોઢ માસ વીતતા ઘઉં ની વૃદ્ધિ અટકી તેમજ પીળા પડવા લાગતાં ત્રણ ત્રણ વખત યુરિયા છાંટવા છતાં વિકાસ થતો નથી અન્ય ખેતરો માં કોડીનાર થી ખરીદેલું ખાતર માં સારો વિકાસ છે.અને આ તડ ગામનો એગ્રો સંચાલક છે તેને ખેડૂતોની સાથે કરેલી છેતરપિંડી સામે તંત્ર એ આગળ આવી કાર્યવાહી કરી ખેડૂતોને વળતર અપાવવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.