- મહુવા તાલુકાના માછીસાદડા ગામે ફ્રી કેમ્પનું આયોજન
- પ્રાથમિક શાળામાં શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન
મહુવા તાલુકાના માછીસાદડા ગામે પ્રાથમિક શાળામાં શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના મહુવા માછીસાદડા પ્રાથમિક શાળામાં 13 માં આંખ નિદાન કેમ્પનું આયોજન શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર તાલુકો વાસદા અને ઇનર વિહીલ ક્લબ ઓફ નવસારીની 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સદર કેમ્પનું ઉદઘાટન પૂજનીય ગિરીશ બાપુના હસ્તકે દીપ પ્રાગટ્ય અને આશીર્વાદથી કરવામાં આવ્યું આ પ્રસંગે યુવક મંડળ માછીસાદડા તથા ગામના અગ્રણીઓ દ્વારા કેમ્પની સેવામાં આવેલ શુભમ નેત્ર સેવા ટ્રસ્ટના ડોક્ટર રોહનભાઈ ડોક્ટર સુશીલભાઈ ચૌધરી ટ્રસ્ટી મંડળના સભ્યો થી અકશાણીભાઇ શ્રી મતિ જમનાબેન પટેલ તથા ઇનર વિહીલ ક્લબના પ્રમુખ કીર્તિબેન કાપડિયા સેક્રેટરી પૂર્વીબેન નાયક ભૂતપૂર્વ પ્રમુખ રક્ષાબેન પટેલ પીડીસી લીનાબેન દેસાઈ અને દીનાસબેન પટેલ નું પુષ્પ ગુજથી સ્વાગત કરી તેઓની આદિવાસી વિસ્તારમાં સેવાની ભાવના ને બિરદાવી હતી ઉદ્ઘાટન પ્રવચનમાં ડોક્ટર રોહનભાઈએ તેઓના ટ્રસ્ટ દ્વારા નૈતિક મૂલ્યોના સિદ્ધાંતોમાં જેમાં આધ્યાત્મિક દ્રષ્ટીકરણ વૈજ્ઞાનિક અભિગમ સમાજસેવાની ભાવના સાથે તેઓ આદિવાસી વિસ્તારના લોકો માટે તેમના સ્ટાફ સાથે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું ઉપસ્થિત સૌને સમાજ સેવા માટે આહવાન કર્યું હતું ઇનર વિહીલ ક્લબના પ્રમુખ શ્રીમતી કીર્તિબેન કાપડિયાએ તેઓનો ક્લબ ઇન્ટરનેશનલ સેવામાં આદિવાસી વિસ્તાર શહેરી વિસ્તારમાં સામાજિક સેવા સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ લોકોને મદદ કરી રહ્યા છે તેમાં મહત્તમ લાભ જરૂરીયાત મંદ લોકો લે એવું આહવાન કર્યું હતું આ કેમ્પમાં આંખની વિવિધ તકલીફો જેવી કે આંખની તપાસ નજીકના ચશ્મા આંખની દવા ઓપરેશન વગેરે મફતમાં કરવામાં આવશે તેમ ડોક્ટરે જણાવ્યું હતું આ કેમ્પમાં કુલ 229 લોકોએ આંખની તપાસ કરાવેલ છે જે પૈકી 94 ઓપરેશનના દર્દીઓને ઓપરેશન માટે લઈ જયેલ હતા આ કેમ્પને સફળ બનાવવા માટે યંગ સ્ટાર ગ્રુપના સભ્યો વડીલોએ આંખના કેમ્પને લગતી વ્યવસ્થા દર્દી સાથે એક મદદગાર સભ્યને ભોજનની વ્યવસ્થા કરી સમાજ સેવાની એક ઉદાર ભાવનાને ઉજાગર કરી હતી.