- IPS અધિકારીના સ્વાંગમાં 11 લાખની કરાઇ છેતરપિંડી
- આરોપી સામે ગણતરીની કલાકોમાં બીજો ગુનો પણ દાખલ
પોલીસની વરદી જોઈને પોલીસ મળી લેવાની ભૂલ મહારાષ્ટ્ર અને સુરતના કામરેજના વ્યક્તિઓને ભારે પડી ગઈ છે, મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સમીર જમાદાર નામના વ્યક્તિને મિત્રો થકી એક વ્યક્તિ સંદીપ પટેલ સાથે ઓળખાણ થઈ, આ વ્યક્તિએ પોતાની ઓળખ IPS ઓફિસર તરીકે આપી હતી, મિત્રતા વધતા IPS ઓફિસરે પોતાનું પોત પ્રકાશયું અને પોતાની પત્નીના નામે ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત તોરણ હોટેલ 99 વર્ષના પટ્ટએ ભાડે રાખી હોવાનું કહી 30 ટકા ભાગી દારી આપવાનું કહી 23 લાખ રૂપિયા લઈ લીધા,જોકે લાંબા સમય વીતી જવા છતાં આ બની બેઠેલા IPS ઓફિસરે કોઈ ભાગ નહિ આપતા સમીર જમાદાર એ પોતાના પૈસા પરત માંગતા 23 લાખ પેકીના 12 લાખ પાછા આપી દીધા હતા જોકે બાકીના 11 લાખ આપવામાં આનાકાની કરતા સમીર જમદારને શંકા જતા સુરતના કામરેજ આવી પોલીસ મથકમાં તપાસ કરતા આવતા કોઈ IPS ઓફિસર નહિ હોવાનું જાણ થઈ હતી અને આ વ્યક્તિ કામરેજનો પ્રદીપ પટેલ હોવાનું સામે આવ્યું હતું,પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ₹146 કરોડનો પગાર અને $40 બિલિયન થપ્પડ…Starbucks એ લક્ષ્મણ નરસિમ્હનને શા માટે આંચકો આપ્યો?
કામરેજ પોલીસે છેતરપિંડી કરનાર નકલી IPS પ્રદીપ પટેલને ઝડપ્યો
કામરેજ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા કામરેજ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અને બની બેઠેલા નકલી IPS ને ઝડપી લીધો હતો અને પૂછપરછ શરૂ કરી હતી , નકલી આઈપીએસ ઓફિસર ઝડપાયો હોવાની વાતની જાણ કામરેજ વિસ્તારમાં થતા હોટેલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વધુ એક કૌશિક ગજેરા નામના વ્યક્તિ એ પોલીસનો સંપર્ક કર્યો હતો, કૌશિક ગજેરા સાથે પણ આ નકલી IPS ઓફિસરે સાપુતારા ખાતે ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટેલમાં ભાગ આપવાનું કહી 20 લાખ 50 હજાર પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે કૌશિક ગાજેરાની ફરિયાદ લાઇ નકલી આઈપીએસ ઓફિસર વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે ,પોલીસ દ્વારા આજે આ બની બેઠેલા નકલી IPS ઓફિસરને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આવા નકલી અધિકારીનો ભોગ બન્યા હોઈ તો પોલીસનો સંપર્ક કરે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી