- પોલિયો ને કારણે વિકલાંગ થયેલ વિપુલભાઈએ દ્રઢ આત્માવિશ્વાસ થી વિશિષ્ઠ કરવાનું બીડું ઝડપ્યું
- મિત્રો ના સાથ અને સહકાર અને અડગ ઈચ્છા શક્તિથી તેમણે આ સીધી મેળવી છૅ અને રેકોર્ડ બુકમાં નામ પણ દર્જ કરાવ્યું
- ગિરનાર ના દસ હજાર પગથિયાં સામાન્ય માણસ દોળ કરી લેતા હોય છૅ
કેહવત છૅ કે અસ્થિર મન ના માનવી ને રસ્તો જડતો નથી પણ અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી આ કહેવાત ને સાર્થક કરી બતાવી છૅ રાજકોટ ના વિપુલભાઈ બોકરવાડીયા જેઓ 80% દિવ્યાંગ હોવા છતાં ગુજરાત ના સૌથી ઉંચા પર્વત ગિરનારના દસ હજાર પગથિયાં ને આઠ વાર સર કરી ચુક્યા છૅ. ત્યારે આવો જાણી એ તેના મજબૂત મનોબળ અને સીધી ની ગાથા આ સ્ટોરી માં.
વિકલાંગતાને અવગણી દ્રડ મનોબળથી તેઓ ડગ માંડી રહેલા છૅ. બાળપણ માં પોલિયો ને કારણે વિકલાંગ થયેલ વિપુલભાઈ એ તેમના દ્રઢ આત્મા વિશ્વાસ થી કંઈક વિશિષ્ઠ કરવાનું બીડું ઝડપ્યું.રાજકોટ ના વિપુલભાઈ ગોકરવાડીયા એ સાબિત કરી બતાવ્યુ છે કે શારીરિક ક્ષતિ કોઈ માનવીના અધડક મનોકામના ને ડગમગાવી નથી શકતું. મિત્રો ના સાથ અને સહકાર અને અડગ ઈચ્છા શક્તિ થી તેમણે આ સીધી મેળવી છૅ અને રેકોર્ડ બુક માં નામ પણ દર્જ કરાવ્યું છૅ આવા પ્રેરણા દાઈ યોધ્ધા ને દિવ્યાંગ ન્યૂઝની સમસ્ત ટીમ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને આવી અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરે છે
ભરત ભરડવા સાથે રોહીત ભોજાણી, રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.