અત્યાર સુધી આપણે અલગ અલગ જાનવરો અને જીવજંતુ વિશે અનેક માહિતી સાંભળી છે.અને એની સાથે જોડાયેલ કેટલીક રોચક કહાની પણ સાંભળી છે.આજે અમે તમને જણાવીશું વીંછી વિશે….
જે ઘણું ઝેરી અને ખતરનાક જીવ છે. વીંછી જેટલું નાનું હોય છે,એટલું જ ઝેરી અને ખતરનાક હોય છે.જો એ કોઈને ડંખ મારી દે તો તેનું મોત પણ થઇ શકે છે. વીંછીના ડંખથી નિકળેલ ઝેરથી માણસ લકવાગ્રસ્ત પણ થઇ શકે છે. બીજી મહત્વની વાત એ પણ છે કે, વીંછીના ઝેરથી દવા પણ બનાવવામાં આવે છે.
તમે જોયું હશે કે વીંછી હંમેશા પોતાનું ઠેકાણું ઇંટો અને પથ્થરોની નીચે બનાવે છે.જે કાળી માટીના રંગ અથવા ભૂરા રંગના હોય છે.જેઓનું શરીર લાંબુ અને સંકીર્ણ હોય છે.અને બે ભાગો ‘સેફ્લોથોરૈક્સ’ તેમજ ‘પેટ’ થી વિભાજીત હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાં વીંછીની ૨,૦૦૦થી પણ વધુ પ્રજાતિઓ છે.વીંછી લગભગ 20°C થી 37°C ની વચ્ચેનું તાપમાન પસંદ કરતા હોય છે.પરંતુ તેઓ હાડ થીજવતી ઠંડી અને અસહ્ય ગરમીને સરળતાથી સહન કરી શકે છે.
આમ, તો વીંછી નાના જીવજંતુઓનો શિકાર કરે છે. શિકાર કરતી વખતે વીંછી તેના ડંખના માધ્યમથી શિકારીના શરીરમાં તેનું ઝેર છોડે છે. આ ઝેર થકી પોતાના શિકારને અશક્ત બનાવી દે છે બાદમાં શિકારને જીવિત જ આરોગી લે છે. આ સિવાય માદા વીંછીની વાત કરીએ તો એક માદા વીંછી એક જ વખતમાં લગભગ ૧૦૦ બચ્ચાઓને જન્મ આપે છે.જે બચ્ચાઓ બાદમાં તેની જ માતાને ખાય જાય છે.
જી, હા જયારે માદા વીંછી પોતાના બચ્ચાઓને જન્મ આપે છે, ત્યારે તરત તેના બચ્ચાઓને પીઠ પર બેસાડી સુરક્ષિત સ્થાન પર લઇ જાય છે. અને ત્યાં સુધી બચ્ચાઓ પીઠ પર બેસી રહે જ્યાં સુધી માદા વીંછીને ખાય ખાયને ખોખલું ન કરી દે !
આ પણ વાંચો :શુષ્ક ત્વચાની ચમક કેવી રીતે વધારવી : શુદ્ધ મધ ત્વચાને યુવાન બનાવે છે, કરચલીઓ અટકાવે છે
ખરેખર તો વીંછીના બચ્ચા જન્મ થતાની સાથે જ માતાની પીઠ પર ચીપકી જતા હોય છે. ત્યારબાદ માદા વીંછીનું શરીર બચ્ચાઓ માટે ભોજન બની જતું હોય છે. બચ્ચાઓ ત્યાં સુધી ચીપકી રહેતા હોય છે જ્યાં સુધી માદા વીંછી દમ ન તોડી દે ! જ્યાં સુધી તેના શરીરનું સંપૂર્ણ માંસ પૂરું ન થાય અને માદા વીંછી મરી ન જાય ત્યાં સુધી તેના બચ્ચાઓ પીઠ પરથી ઉતરતા નથી.
માદા વીંછીના મૃત્યુ પછી તેના બચ્ચાઓ સ્વતંત્રરૂપથી રહે છે. આમ, દુનિયામાં એવી અનેક બાબતો જે આપણને સમજાતી નથી કે આવું શા માટે થાય છે. !!!
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં