AI આપણા વિચારો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ઘટાડી રહ્યું છે. ChatGPT થી લઈને મિડ-જર્ની સુધી, આપણે પહેલા જ જોઈ ચૂક્યા છે કે કેવી રીતે આપણે આપણા મગજનો ઉપયોગ કરીને કંઈપણ બનાવી શકીએ છીએ. તાજેતરમાં, OpenAI એ Sora લોન્ચ કર્યું, જે ટેક્સ્ટ-વિડિયો AI જનરેટરની સેવા પૂરી પાડે છે.પણ હવે આગળ શું થશે ?
તેથી હવે Google ની DeepMind ટીમે “જીની” લોન્ચ કર્યું છે – જે ઇમેજ પ્રોમ્પ્ટ અથવા ટેક્સ્ટની વિગતોથી ઇન્ટરેક્ટિવ 2D વિડિયો ગેમ્સ બનાવવા માટે સક્ષમ છે.
Google એ નવું AI પ્લેટફોર્મ બનાવ્યું છે જેનું નામ “જેની” છે આ ટેક્નોલોજી માત્ર એક ચિત્ર અથવા ટૂંકા વાક્યમાંથી આખી વિડિયો ગેમ બનાવી શકે છે. અને તમે આ ગેમ પણ રમી શકો છો, જેનો અર્થ છે કે તેઓ ઇન્ટરેક્ટિવ છે. આ ટેક્નોલોજી ગૂગલની “DeepMind” ટીમ દ્વારા બનાવવામાં આવી છે. ભવિષ્યમાં મનોરંજન, ગેમ મેકિંગ અને રોબોટ બનાવવાના ક્ષેત્રે તેનો ઘણો ફાયદો થઈ શકે છે. “જેની” ને લાખો કલાકની વિડિયો ગેમ્સ (ખાસ કરીને 2D પ્લેટફોર્મર) ને બતાવીને સીખવવામાં આવેલ છે આ વીડિયો કોઈપણ લેબલ વગરના હતા, એટલે કે જેનીએ પોતે સમજવાનું હતું કે ગેમમાં શું થઈ રહ્યું છે. તેથી જેનીએ માત્ર એક ચિત્ર અથવા થોડા શબ્દો વડે આખી રમત કેવી રીતે બનાવવી તે આવડી ગયું છે
આ પણ વાંચો:CNAP (Calling Name Presentation) સુવિધા શું છે?
Genie મહત્વની ટેક્નોલોજી છે, પરંતુ તે હજી સંપૂર્ણ રીતે તૈયાર નથી. તેની કેટલીક મર્યાદાઓ છે
વિઝ્યુઅલ ક્વોલિટી: હમણાં માટે, Genie ફક્ત નીચા ફ્રેમ દરો (1FPS) પર જ ગેમ રેન્ડર કરી શકે છે, જે ફોટોસની ક્વોલિટી થોડી નબળી બનાવે છે.
ફક્ત રિસર્ચ માટે: હાલમાં, સામાન્ય લોકો દ્વારા Genieનો ઉપયોગ ઉપલબ્ધ નથી. આ હજી પણ Google DeepMind માં રિસર્ચ પ્રોજેક્ટ તરીકે ચાલી રહ્યું છે.
કોઈપણ શક્તિશાળી તકનીકની જેમ, Genie નો દુરુપયોગ થવાનું જોખમ રહેલું છે. તેથી, Google આ ટેક્નોલોજીને જવાબદારીપૂર્વક બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટે નૈતિક પાસાઓ પર પણ કામ કરી રહ્યું છે. આ AI પ્રોજેક્ટ ભલે હમણાં પ્રગતિમાં , પરંતુ જ્યારે તે દરેક માટે ઉપલબ્ધ બનશે, ત્યારે તે ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવવાની અપેક્ષા છે. ખૂબ જ ઓછી માહિતી સાથે ઇન્ટરેક્ટિવ વિશ્વ બનાવવાની તેની ક્ષમતા ભવિષ્યમાં મનોરંજન, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં રોમાંચક શક્યતાઓના દ્વાર ખોલશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી