રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાયા હતા. ફંક્શન્સ ના ત્રીજા દિવસે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરતી બાદ રાધિકા મર્ચન્ટે બોલિવૂડ ગીત પર સરપ્રાઈઝ એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા હતા. ઇન્સ્ટાગ્રામ પર બહુવિધ પોર્ટલ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં, રાધિકા ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘શવા શવા’ની કેટલીક લાઇન ગાતી અનંત અંબાણી તરફ પ્રવેશતી જોઈ શકાય છે.
મેગા ઈવેન્ટની આ ખાસ રાત્રિ માટે રાધિકા સુંદર ગોલ્ડન કલરના આઉટફિટમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ ધીમે ધીમે અનંત તરફ આગળ વધી રહી છે, તેને આવતા જોઈને નીતા અંબાણી અને મુકેશ અંબાણીની ખુશીની કોઈ સીમા ન હથી.
View this post on Instagram
આ પણ વાંચો:IITએ વિકસાવી નવી ટેક્નોલોજી. બલૂનમાં હવા ભરીને ડાયાબિટીસ વિષે ખબર પડશે.
રાધિકા મર્ચન્ટની એન્ટ્રી પર જ્હાનવી કપૂર અને ખુશી કપૂર સહિત અનેક બોલિવૂડ અભિનેત્રીઓ તેના પર ફૂલ વરસાવતી જોવા મળી હતી. અંબાણી પરિવારે જામનગરમાં 3 દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ શહેર સાથે અંબાણી પરિવારનો ખાસ સંબંધ છે. દંપતીના પ્રી-વેડિંગ ફંક્શન્સ માટે દેશ-વિદેશમાંથી VIP મહેમાનોનો સતત પ્રવાહ હતો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી