અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર ખાતે 22 જાન્યુઆરીના કાર્યક્રમ માટેની તડામાર તૈયારી વચ્ચે સુરક્ષા પગલાંના રૂપે તમામ પ્રવેશદ્વારો પર બૂમ બેરિયર્સ અને CCTV કેમેરા લગાવવાનો સમાવેશ થાય છે.બૂમ બેરિયર્સ, જેને ટાયર કિલર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનધિકૃત વાહનોને મિલકતમાં પ્રવેશતા અટકાવે છે. તે અસરકારક રીતે રોડવેઝ અને હોટલ અને ઓફિસો જેવી વિવિધ સંસ્થાઓના એક્સેસ પોઈન્ટ્સને સુરક્ષા પ્રધાન કરે છે .
ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના જનરલ મેનેજર સી.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સુરક્ષા સાધનોનો ઉદ્દેશ મહત્વની ઘટના દરમિયાન કોઈપણ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવાનો છે, જેમાં VVIP અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભીડ આવે તેવી અપેક્ષા છે. “જેમ જ રસ્તા પરનું કોઈપણ વાહન જન્મભૂમિ પથ ઉપરથી પસાર થાય છે તો તે તરત જ વાહનને અંદરથી સ્કેન કરવામાં આવશે. જો તે અંદરની મંજૂરી ન હોય તેવી કોઈપણ વસ્તુ લઈ જશે, તો વાહનને અટકાવવામાં આવશે,” એવું તેમણે જણાવ્યું .”જો કોઈ વાહન બૂમ બેરિયરને અથડાવે છે, તો અમારું બોલાર્ડ ટાયર કિલર્સ સાથે ત્રણ સેકન્ડની અંદર જમીનના સ્તરેથી આપોઆપ ઉપર આવી જશે. પછી સુરક્ષા કર્મચારીઓ ઘૂસણખોરને પકડી લેશે,” તેમણે ઉમેર્યું હતું કે રામ મંદિરના તમામ પ્રવેશદ્વારોમાં આ પ્રકારનું સાધનો ઇન્સ્ટોલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સર્વેલન્સના સંદર્ભમાં, પીળા અને લાલ બંને ઝોનમાં કેન્દ્રીય કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે વ્યાપક CCTV કવરેજની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો 90-દિવસની રેકોર્ડિંગ ક્ષમતા સાથે સમગ્ર શહેરમાં કેમેરામાંથી ફૂટેજ સંગ્રહિત કરે છે.16 જાન્યુઆરીથી સાત દિવસ સુધી ચાલનારી આ અભિષેક સમારોહ 22 જાન્યુઆરી ૨૦૨૩ એ રામ લાલાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ટ માં પરિણમશે. આ સમગ્ર સમારોહ દેશભરમાંથી મુલાકાતીઓને આકર્ષશે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 450 વર્ષની રાહની પરાકાષ્ઠા વ્યક્ત કરી હતી. “જેઓને 22 જાન્યુઆરીએ આમંત્રણ મળ્યું છે તેમણે દર્શન માટે જવું જ જોઈએ, અને તે પછી, મંદિર જાહેર જનતા માટે ખુલતાની સાથે જ લોકોએ દર્શન માટે આવવું જોઈએ. પ્રથમ દિવસે ત્યાં વધુ ભીડ ન હોવી જોઈએ કારણ કે ત્યાં એક કોઈને અગવડ થવી નહી જોઈએ. લોકોએ સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ ભગવાન શ્રી રામના દર્શન માટે અયોધ્યા જવું જોઈએ,” તેમણે કહ્યું.
ઠાકુરે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. “છેલ્લા 10 વર્ષોમાં, મોદી સરકારે કરતારપુર કોરિડોર ખોલ્યો, હેમકુંડ સાહિબ સુધી રોપ-વે બનાવ્યો અને બૌદ્ધ સર્કિટનું નિર્માણ કર્યું. દિવ્ય અને ભવ્ય સોમનાથ ધામ, કાશી વિશ્વનાથ ધામ, કેદારનાથ ધામ અને મહાકાલ લોક પછી હવે દિવ્ય અને ભવ્ય અયોધ્યા ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય નાગરિકો ની આસ્થા અયોધ્યા ધામ પર આવી ભગવાન રામ ના દર્શન કરીને ધન્ય થવાનો અનોખો મોકો મળશે . નાગરિકોની સુખ સુવિધા માટે ઘણી ઉચ્ચ વ્યવ્સ્તાઓ કરવામાં આવી છે જેમાં નવીનતમ રેલ્વે સ્ટેશન તેમજ આધુનિક એરપોર્ટ જેમાં ભગવાન રામ અને એમને લગતી વાર્તાઓ ને સુંદર કલાકૃતીયો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.