ભારતમાં કોરોના (Corona) એ રફતાર પકડી છે. ફરી એકવાર કોરોના (Corona) ના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) ના 203 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ભારતમાં સક્રિય કેસની સંખ્યા 3961 થઈ ગઈ છે.
દેશભરમાં વધતા કોરોના (Corona) એ ગુજરાતમાં પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં કોરોના (Corona) થી બે મહિલાના મોત નીપજ્યા છે. એક મહિલા દાણીલીમડા વિસ્તારમાં રહેતી હતી અને 47 વર્ષના હતા. જ્યારે અન્ય યુવતી 18 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં કોવિડ-19થી 47 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 18 વર્ષની યુવતીનું પણ કોરોના (Corona) ને કારણે મોત નીપજ્યાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના અધિકારીઓએ મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું છે કે, આ વર્ષે શહેરમાં કોવિડને કારણે આ પહેલું મૃત્યુ છે.
અમદાવાદ શહેરમાં કોરોના (Corona) થી બે મોત
અમદાવાદના દાણીલીમડાના રહેવાસી મહિલા છેલ્લા બે દિવસથી એલ.જી હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે અમદાવાદની 18 વર્ષની યુવતીનું પણ શહેરની મણિનગરમાં આવેલી એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. AMC ના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “દાણીલીમડાની રહેવાસી મહિલા છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને હાઇપરટેન્શન પણ હતું. આ અંગેની વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.”
કર્ણાટક અને કેરળમાંથી મૃત્યુના કેસ નોંધાયા
કર્ણાટક અને કેરળમાંથી મૃત્યુના કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 63 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું. તે પહેલાથી જ પલ્મોનરી ટીબી, સ્ક્વામસ સેલ કાર્સિનોમા જેવા રોગોથી પીડાતો હતો. તે જ સમયે, કેરળમાં કોરોના (Corona) પોઝિટિવ રહેલી 24 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. મહિલા અન્ય ઘણી બીમારીઓથી પીડાતી હતી.
દેશમાં કોરોનાનો વધતો પ્રકોપ
છેલ્લા એક દિવસમાં કોરોના (Corona) ના કેસમાં સૌથી વધુ વધારો દિલ્હીમાં થયો છે. દિલ્હીમાં એક જ દિવસમાં 47 નવા કેસ નોંધાયા છે, જે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની દ્રષ્ટિએ, કેરળ 1435 કેસ સાથે પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં 506, દિલ્હીમાં 483, ગુજરાતમાં 338, પશ્ચિમ બંગાળમાં 331, કર્ણાટકમાં 253, તમિલનાડુમાં 189 અને ઉત્તર પ્રદેશમાં 157 સક્રિય કેસ છે. આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે, જેમની સંખ્યા 100 થી ઓછી છે.
કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે
કોરોના વાયરસ સંબંધિત નવા કેસોમાં આ વધારો ખૂબ જ ઝડપી રહ્યો છે. 22 મેના રોજ ફક્ત 257 સક્રિય કેસ હતા, જે 26 મે સુધીમાં વધીને 1,010 થયા અને પછી શનિવાર સુધીમાં ત્રણ ગણાથી વધુ વધીને 3,395 થયા. વધતા કેસ હોવા છતાં, આરોગ્ય અધિકારીઓએ ગભરાવાની જરૂર નથી તેવી વિનંતી કરી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું છે કે પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોના નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ સૂચવે છે કે હાલનો વધારો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટને કારણે થયો છે, જે અત્યાર સુધી હળવા સ્વભાવનું લાગે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
