આજે સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્પ્રેલા, જીઆઈડીસી ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તા, ટેકનિકલ એજયકેશન ના કમિશનર બંચિધર પાની અને બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીના રોજ ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર સેમિનાર યોજાશે
સચિવએ જણાવ્યું હતું કે આ સેમિનાર એક્શનેબલ સોલ્યુશન્સ એટલે કે કાર્યવાહી કરવા યોગ્ય સમાધાનો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ સેમિનાર રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ બિઝનેસિસને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિનાર એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદનો તેમજ જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સેવાઓના વિકાસશીલ ક્ષેત્રો પર વધુ પ્રકાશ પાડશે.
સેમિનારની વિગતો શેર કરતી વખતે તેમણે કહ્યું હતું કે સેમિનારમાં ઉદ્ઘાટન સત્ર હશે અને ત્યારબાદ બે મધ્યસ્થ પેનલ ચર્ચાઓ થશે. પેનલ ચર્ચા-1 ‘ગુજરાતમાં એરોસ્પેસ સિનર્જી: ચાર્ટિંગ ગ્રોથ એન્ડ અનલોકિંગ MRO પોટેન્શિયલ’ વિષય પર થશે, જે ગુજરાતને એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદન, વ્યૂહાત્મક ભાગીદારી અને જ્ઞાનની વહેંચણી (નોલેજ શેરિંગ) અને ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટેના મુખ્ય કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે જરૂરી નીતિ માળખાની રૂપરેખા તૈયાર કરશે. આ ચર્ચા માત્ર વ્યૂહાત્મક આયોજનના પરિણામે ગુજરાતના એરોસ્પેસ ઉદ્યોગ પરની સકારાત્મક અસરો અંગે જ વિચારવિમર્શ નહીં કરે, પરંતુ MRO ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માટે ગુજરાતની વિશિષ્ટ શક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને MRO સંભવિતતાઓને અનલોક કરવાની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
પેનલ ચર્ચા-2ની થીમ ‘ગુજરાતના આકાશને ઉન્નત કરવું: એવિએશન હબ સક્સેસ માટે સહયોગી વ્યૂહરચના’ છે. આ પેનલ ચર્ચા વિવિધ પાસાઓને આવરી લેશે, જેમાં સંભવિત સહયોગની ઓળખ, રેઝિલિયન્ટ (સ્થિતિસ્થાપક) એવિયેશન ઇકોસિસ્ટમની રચના, કુશળ પ્રતિભાની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ચર્ચા દરમિયાન ઉદ્યોગ અને સરકાર વચ્ચેના જટિલ જોડાણ અંગેની સમજણનો સમાવેશ થાય છે.
આ સત્રોમાં હિસ્સો લેનારા કેટલાક પ્રતિષ્ઠિત વક્તાઓમાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ વુમલુમંગ વુલનમ, ભારત સરકારના IFSCA (ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરિટી) ચેરમેન શ્રી કે. રાજારામન (IAS), ઇન્ડિયા અને સાઉથ એશિયાના એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના વડા વેંકટ કટકુરી, સ્પાઇસ જેટના ચીફ કસ્ટમર ઓફિસર અને સ્પાઇસ એક્સપ્રેસના બોર્ડ મેમ્બર અને ચીફ ઓફિસર કમલ હિંગોરાની, પ્રેટ એન્ડ વ્હીટનીના પ્રેસિડેન્ટ અને હેડ સુશ્રી અશ્મિતા સેઠી, જૈવલ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઇઓ વિપુલ વાચ્છાણી, ગુજરાત FICCI ચેરમેન અને બ્લુ રે એવિયેશન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડાયરેક્ટર રાજીવ ગાંધી, ગરૂડ એરોસ્પેસ પ્રા. લિ.ના સ્થાપક અને સીઇઓ અગ્નિશ્વર જયપ્રકાશ, સ્ટાર એરના સીઇઓ સિમરન સિંઘ તિવાના, જેટસેટગોના સ્થાપક અને સીઇઓ સુશ્રી કનિકા ટેકરીવાલ અને વીમેન એવિએશન સર્વિસિસ IFSC પ્રા. લિ.ના સ્થાપક અને ડાયરેક્ટર વિશોક માનસિંઘનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પેનલ ચર્ચા એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને લીઝિંગ વિશે ચર્ચા કરીને, વિવિધ ભાગીદારીની તકોનું અન્વેષણ કરીને અને સતત વૃદ્ધિ માટે વ્યૂહરચનાઓને વર્ણન કરીને ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકશે.”
તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “ભારતની હવાઇયાત્રામાં ઝડપી વૃદ્ધિની પૃષ્ઠભૂમિમાં, આ સેમિનાર એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરશે, જે ગુજરાતમાં રોકાણકારો અને બિઝનેસો માટે ગહન આંતર્દ્રષ્ટિ અને વિવિધ તકો પ્રદાન કરશે, તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવા, વિચારોનું આદાન-પ્રદાન કરવા, પ્રશ્નોનો ઉકેલ લાવવા અને નેટવર્કિંગ અને નવી ભાગીદારી સ્થાપિત કરવા માટે પણ એક મંચ તરીકે કાર્ય કરશે.”
સેમિનારનો ઉદ્દેશ્ય એક માહિતીપ્રદ અને આકર્ષક ઇવેન્ટનું નિર્માણ કરવાનો છે, જે સહભાગીઓને એરક્રાફ્ટ, એવિએશન અને MRO સેક્ટરની તકોનો અભ્યાસ કરવાનો મોકો આપે છે. આ સેમિનાર સર્વગ્રાહી વિકાસ, માહિતગાર નિર્ણય લેવા અને ગુજરાત અને દેશના ટકાઉ વિકાસ માટે કાર્યક્રમની અસરોની વ્યાપક સમજ પ્રદાન કરશે.
સચિવએ કહ્યું હતું કે અમે આ અસરકારક સેમિનારમાં જોડાવા માટે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તમારી સહભાગિતા આ સેમિનારની સફળતામાં ફાળો આપશે અને સર્વગ્રાહી વિકાસના માર્ગ પર અર્થપૂર્ણ ચર્ચાઓને સરળ બનાવવા મા મદદરૂપ થશે આ માહિતી આપ્યા બાદ ઉપસ્થિત પત્રકારોએ આઇએએસ હરિત શુક્લા ને રાજ્યના એવિયેશન વિભાગ સાથે સંકળાયેલા પ્રશ્નો, તેમાં ચાલતી ભ્રષ્ટાચારની તપાસ, મુખ્યમંત્રી ના હવાઈ કાફલાના વાહનોની વિગતો, આગામી સમય મા એવિયેશન મા જરૂરી 14000 જેટલા પાર્ટ્સ માટે ની જરૂરી પાયારૂપી ઔધોગિક વ્યવસ્થા, રાજ્યના સક્ષમ ઉદ્યોગો જેવી માહિતી અને ખુલાસા માંગતા સહ અધિકારી એમ. કે. દાસ અને રાજીવ ગુપ્તાએ મધ્યસ્થી કરી હતી.
આજે સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્પ્રેલા, જીઆઈડીસી ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તા, ટેકનિકલ એજયકેશન ના કમિશનર બંચિધર પાની અને બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીના રોજ ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર સેમિનાર યોજાશે. સાથે sathe વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ દરમિયાન યોજાશે “પીએમ ગતિશક્તિ: ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ” સેમિનાર ની વિગતો આપતા પીએમ ગતિશક્તિ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે તેમ જણાવ્યું હતું
બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાનીએ એક પત્રકાર પરીષદમાં જાહેરાત કરતા જણાવ્યુ કે, ગુજરાત સરકારના ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) દ્વારા મુખ્ય વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ‘પીએમ ગતિશક્તિ: ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ’ (સર્વગ્રાહી વિકાસ માટે માહિતી આધારિત નિર્ણયો લેવા) પર સેમિનાર આયોજિત કરવામાં આવશે. આ માહિતીપ્રદ અને પરિવર્તનકારી સેમિનાર 10 જાન્યુઆરી 2024 ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ-2માં 14.30 થી 17.30 દરમિયાન યોજાશે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પીએમ ગતિશક્તિ, વિક્ષેપો ઘટાડવા અને સમયસર કામ પૂર્ણ કરવાની સુનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરીને મલ્ટિમોડલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તેમજ લોકો, માલસામાન અને સેવાઓની સરળ હેરફેર માટેની મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગોમાં સંકલિત અને સર્વગ્રાહી આયોજન માટે પરિવર્તનકારી અભિગમ છે.
બંદર અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસએ જણાવ્યુ કે, પીએમ ગતિ શક્તિ સેમિનારનો ઉદ્દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટકાઉ વૃદ્ધિ અને માહિતી આધારિત નિર્ણયો લેવા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવાનો છે, જે ભારત અને ગુજરાત બંને માટે આ મુદ્દાઓની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ સેમિનાર સર્વગ્રાહી વિકાસમાં GIS-આધારિત આયોજનના મહત્વ પર ભાર મૂકીને પીએમ ગતિશક્તિના બહુપક્ષીય પાસાઓનો પણ અભ્યાસ કરશે. આમાં માત્ર ભૌતિક માળખાકીય સુવિધાઓ જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. આ સેમિનારનો સર્વોચ્ચ ઉદ્દેશ, વ્યાપક અને ટકાઉ વૃદ્ધિ માટે સ્ટ્રેટેજીઓને એક્સપ્લોર કરવાનો અને માહિતી આધારિત, ડેટા આધારિત નિર્ણયો લેવાની સંસ્કૃતિને વિકસિત કરવાનો છે.
સેમિનારની વિગતો અંગે વાત કરતા ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યુ કે, ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ દ્વારા સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સેમિનારમાં ભારત સરકારના જી20 શેરપા અમિતાભ કાંત, કોમ્યુનિકેશન મંત્રાલયમાં DCCના ચેરમેન અને ટેલિકોમ્યુનિકેશન સેક્રેટરી ડૉ. નીરજ મિત્તલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સેક્રેટરી પંકજ જૈન અને લોજિસ્ટિક્સ, DPIITના સ્પેશિયલ સેક્રેટરી સુમિતા ડાવરા (IAS) જેવા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ ‘લીવરેજિંગ ટેક્નોલોજી ફોર મલ્ટિમોડલ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ’ પર એક ટેક્નિકલ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ સત્રની અધ્યક્ષતા ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના સીઇઓ બંછા નિધિ પાની (IAS) કરશે. આ સત્રના મુખ્ય વક્તાઓમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N)ના ડાયરેક્ટર જનરલ ટી.પી. સિંઘ; સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC/ISRO), અમદાવાદના ડાયરેક્ટર નીલેશ એમ. દેસાઇ; નેશનલ બ્રોડબેન્ડ મિશનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને મિશન ડાયરેક્ટર નીરજ કુમાર; દાહોદ જિલ્લાના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવી (IAS); ગતિશક્તિ (ટ્રાફિક), રેલ્વે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કમલેશ ગોસાઈ (IRTS), ગ્રેજ્યુએટ, સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી, યુનિવર્સિટી ઓફ ટોક્યોના પ્રોફેસર અને ADB ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડીન અને સીઈઓ મસાહિરો કવાઈ; અને ટ્રેડ લોજિસ્ટિક્સ બ્રાન્ચ, ડિવિઝન ઓન ટેક્નોલોજી એન્ડ લોજિસ્ટિક્સ, UNCTADના હેડ ડૉ. જેન હોફમેનનો સમાવેશ થાય છે.
આ સત્રમાં પીએમ ગતિશક્તિનો સર્વગ્રાહી આયોજનમાં ઉપયોગ કેવી રીતે થયો અને પીએમ ગતિશક્તિ વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સના આયોજનમાં વિવિધ સરકારી એજન્સીઓને કેટલી અસરકારક રીતે મદદરૂપ થયું, તેના વાસ્તવિક કેસ સ્ટડીઝ પર પ્રેઝન્ટેશન્સ કરવામાં આવશે. સત્ર દરમિયાન, બે આંતરરાષ્ટ્રીય વક્તાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગમાં આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજીની બેસ્ટ પ્રેક્ટિસિસ શેર કરશે.
વધુમાં, સપ્લાય ચેઇન નેટવર્કની મજબૂતી અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે નવીન વ્યૂહરચનાઓને એક્સપ્લોર કરવા અને તે અંગે ચર્ચા કરવા માટે ‘રેઝિલિયન્ટ સપ્લાય ચેઇન અને સ્માર્ટ લોજિસ્ટિક્સ’ પર એક પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો, થોટ લીડર્સ અને પોલિસી મેકર્સની પેનલ હશે. પેનલ ચર્ચાની અધ્યક્ષતા DPIITના સચિવ શ્રી રાજેશ કુમાર સિંઘ (IAS) કરશે અને FICCIના સેક્રેટરી જનરલ શ્રી શૈલેષ પાઠક દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. અન્ય પ્રતિષ્ઠિત પેનલિસ્ટ્સમાં ડીપી વર્લ્ડના મિડલ ઈસ્ટ, નોર્થ આફ્રિકા અને ઈન્ડિયા સબકોન્ટિનેન્ટના સીઇઓ અને એમડી શ્રી રિઝવાન સૂમર, APM ટર્મિનલ્સના એશિયા એન્ડ મિડલ ઈસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી જોનાથન આર. ગોલ્ડનર, સેફએક્સપ્રેસ પ્રા. લિ.ના પ્રેસિડેન્ટ શ્રી અનિલ સ્યાલ, અને IoT અને AI, NASSCOM માટેના સેન્ટર ફોર એક્સલન્સના સીઇઓ શ્રી સંજીવ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, આ સેમિનારનો ઉદ્દેશ એક ઇનસાઇટફુલ અને આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવાનો છે,જે સહભાગીઓને GIS આધારિત પ્લાનિંગ ટુલ તરીકે પીએમ ગતિશક્તિના પરિવર્તનકારી પાસાઓને સમજવાની તક આપે છે. આ સેમિનાર સર્વગ્રાહી વિકાસ, માહિતી આધારિત નિર્ણય પ્રક્રિયા અને ગુજરાત અને દેશના ટકાઉ વિકાસ માટે કાર્યક્રમની અસરોની વ્યાપક સમજ પ્રદાન કરશે.
અમે આ પ્રભાવશાળી સત્ર માટે અમારી સાથે જોડાવા માટે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તમારી સહભાગિતા આ સેમિનારની સફળતામાં ફાળો આપશે અને સર્વગ્રાહી વિકાસના માર્ગ પર અર્થપૂર્ણ ચર્ચાઓને સરળ બનાવશે
સચિવએ જણાવ્યું હતું કે આ બીજા સેમિનાર એક્શનેબલ સોલ્યુશન્સ એટલે કે કાર્યવાહી કરવા યોગ્ય સમાધાનો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ સેમિનાર રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ બિઝનેસિસને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિનાર એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદનો તેમજ જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સેવાઓના વિકાસશીલ ક્ષેત્રો પર વધુ પ્રકાશ પાડશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં