- જુનાગઢ કમંડલ કુંડના ગાદીપતિ મહેશગિરી બાપુનું ફેક આઇ.ડી. બનાવાઈ
- સમાજમાં વૈમનસ્ય ફેલાવવા પોસ્ટ આઈ.ડી પર અપલોડ કરનાર ઝડપાયો
તાજેતરમાં જુનાગઢના કમંડલ કુંડના ગાદીપતિ અને મહંત શ્રી મહેશગિરી બાપુનું ફેક આઈ.ડી. બનાવી તેના પર સમાજમાં વૈમનસ્ય ઉભું થાય તેવી પોસ્ટ મુકવામાં આવી હતી અને તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ પોસ્ટ મુકનારા આરોપીને ઝડપી લેવા માટે ના ચકો ગતિમાન કર્યા હતા અને તે દરમિયાન ફેક આઈ. ડી. પર પોસ્ટ મુકનાર સાધુના વેશમાં એક શખ્સને પોલીસે મેંદરડાના એક આશ્રમમાંથી ઝડપી લીધો હતો ત્યારે મહેશગિરી બાપુનુ ફેક આડી બનાવી અને પોસ્ટ મુકનાર અરવિંદ કુમાર કપુરચંદ જૈન તે જમ્મુ કાશ્મીરમાં જયગિરી ગુરૂ મનોજ ગીરી નામે આ ફેક આઈડી બનાવી અને થોડા સમય પહેલાં દતાત્રયમાં બનેલી ઘટનાના વિરોધને કારણે આ ફેક આઈ. ડી. બનાવ્યુ હતું અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવી પોસ્ટ મુકી હતી ત્યારે હાલમાં પોલીસે તેમને મેંદરડાના એક આશ્રમ ખાતે થઈ ઝડપી લીધો છે અને આ સાધુના વેશમાં ઝડપાયેલ અરવિંદ કપુરચંદ મુળ ભોપાલ મદય પ્રદેશનો રહેવાસી છે અને તેમની પાસેથી પોલીસે જે મોબાઇલ પર ફેક આઈ.ડી. બનાવ્યું હતું વગેરે બાબતોને લયને પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.
પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં