બોટાદ શહેરના હિફલી વિસ્તારથી ભાંભણ સહિતના ૧૦ જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે અને આ રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે આ વિસ્તારના રહિશો અને વાહનચાલકોમા રોષ ફેલાયો છે અને તાત્કાલીક રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હિફલી વિસ્તાર એ બોટાદ નું હિરા ઉધોગનુ એપી સેન્ટર કહેવાય છે અહી મોટી સંખ્યામાં હિરાના કારખાનાઓ આવેલા હોવાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજીરોટી મેળવવા અહિ આવે છે પરંતુ હિફલી વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ અને બિસ્માર હાલતમાં છે ત્યારે વરસાદ થતા આ રસ્તો વધુ ખરાબ થયો છે અને રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહનચાલકો પોતાના જીવના જોખમે વાહનો ચલાવવા મજબુર થયાં છે.
બોટાદથી ભાંભણ, જનડા, હામાપર સહિતના ૧૦ જેટલા ગામોમાં જવા આવવા માટે હિફલી વિસ્તારમાથી પસાર થવું પડે છે તેમજ હિફલી વિસ્તાર પણ મોટો વિસ્તાર છે સાથે મોટા પ્રમાણમાં હિરાના કારખાનાઆવેલા હોવાથી આ રસ્તો રાહદારીઓ અને વાહનોથી ધમધમતો રહે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં છેઅને રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો વળી આ રસ્તાઓ પર અને ખુલ્લી ગટરો પણ આવેલી છે જેથી અનેક વાર વાહનચાલકો અકસ્માતો નો ભોગ બન્યા છે ત્યારે કમરતોડ રસ્તાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારના રહિશોએ અનેકવાર તંત્રને રજુઆતો કરીને થાકી ગયા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહનચાલકો એકત્રીત થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલીક આ રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે. હિફલી વિસ્તારમાં આવેલા કમરતોડ રસ્તાથી રહિશો અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ત્રાહિમામ પોકારી ઉઠયા છે અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે રહિશો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં જો આ રસ્તો બનાવવામાં ન આવતો વિસ્તારના રહિશો અને વાહનચાલકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ જો તંત્ર ને આ રસ્તો ન બનાવવો હોયતો આ વિસ્તારના લોકો સાથે મળી આ રસ્તો સારો બનાવશે તેમ વિસ્તારના લોકોએ મીડીયાને જણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
લોકોને હમેશાં સારી સુવિધાઓ મળી રહે, સારુ શિક્ષણ મળી રહે, સારુ આરોગ્ય ની સેવા મળી રહે તેમાટે લાખો અને કરોડો રૂપિયા નો ખર્ચો કરવાની મોટી જાહેરાતો કરે છે પરંતુ આ જાહેરાતો આ રસ્તો જોતા પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બોટાદના રહિશો તંત્રના વાયદાથી કંટાળી રહિશો અને વાહનચાલકો પોતે શ્રમ દાન કરવા તૈયાર થયા છે ત્યારે લોકોની સુવિધાઓની ચિંતા કરતી સરકાર શું હવે આ બોટાદના હિફલી વિસ્તારના હેરાન થતા રહિશોઅને વાહનચાલકો સામે જોશે કે નહિ તેતો જોવાનું રહ્યું.
ભોથાભાઈ શેખલીયા, બોટાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો