- સુરતના સિંગણપોરમાં જુગારધામ પર SMCની રેડ
- 3.99 લાખના મુદ્દામાલ સાથે 24 પકડાયા, બે વોન્ટેડ
સુરત શહેરમાં આવેલા સિંગણપોરના વેદગામના કોળી ફળિયા કલ્પના ઉર્ફે ટીનુ જીતુભાઈ પટેલના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 24ને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પણ 1.65 લાખના વાહનો સાથે પોલોસે 3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલે જણાવ્યું હતું કે રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી. જુગારીઓ સાથે દરોડા પાડનાર એમ એચ શિનોલ, PSI, SMCએ રોકડ રૂ. 1,23,180 તેમજ 1,11,000ની કિંમતના 24 મોબાઇલ, રૂ. 1,65,000ની કિંમતના 11 વાહન સહિત 3.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં પણ વોન્ટેડ જાહેર કરાયેલા જુબેર આલમ પટેલ, કલ્પના લિસ્ટેડ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે જુગાર રમતા ઝડપાયેલા 24ને સિંગણપોર પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવા સૂચન કરાયું છે.
મુકેશ ગુરવ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં