- સુરતનું જમણ અને હીરા જ નહીં, પતંગ-દોરી પણ આસમાનની શાન
- સુરતની બજારમાં જોવા મળી અયોધ્યાના થીમ વાળી પતંગ
- આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15 ટકાનો વધારો
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બચ્યાં છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પતંગ-દોરાની માર્કેટો પણ ધમધમતી થઈ ગઈ છે. ખાસ કરીને સુરતની દોરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. એક તરફ બજારોમાં અવનવા પતંગો આવી ચૂક્યાં છે, ત્યાં બીજી તરફ પતંગ રસીયાએ દ્વારા પતંગ સાથે સુરતી માંજાની પણ ખરીદી કરવામાં આવી રહી છે, આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15 ટકા નો વધારો છે તેમ છતાં પતંગ રસીયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને યોગીની તસ્વીર વાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈ 500 રૂપિયા આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા લોકો 40 થી 50 રૂપિયા વધારે આપી રહ્યા છે. પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15 ટકા નો વધારો નોંધાયો છે. જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે.
યાસીન દારા, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં