રાજકોટ શહેરમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. આ મહોત્સવ માટે સૌ કોઈ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરની માતૃમંદિર કોલેજનાં છાત્રો દ્વારા ભગવાન શ્રી રામ માટે એલચી, લવિંગ, અક્ષતથી 350 ફૂટનો હાર બનાવાયો છે. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારની પૂજા કરવામાં આવી હતી.પ્રોફેસર દિશાંક કાનાબારે ને જણાવ્યું હતું કે, આ હાર બનાવવા માટે 70 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 7 દિવસથી કાર્યરત હતા. જેમાં એક હાથ વિનાની દિવ્યાંગ દીકરી પણ સામેલ હતી.
આ હારની ખાસિયત એ છે કે, દેશનો મોટામાં મોટો હાર રાજકોટમાં બન્યો છે. છાત્રોને મનમાં હતું કે, મોટામાં મોટી અગરબત્તી, ઘંટડી, નગારુ જેવી વસ્તુઓ ગુજરાતમાં બની છે. ત્યારે અહીંથી પણ આવી જ કોઈ વસ્તુ તૈયાર કરવામાં આવે. જેને કારણે દેશનો સૌથી મોટો હાર પણ હવે અહીંથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારનું પૂજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે અથવા આવતીકાલ સવાર સુધીમાં હારને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજકોટ રામમય બની ગયું છે. અહીં ‘ભાગવત કે રામ’ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. તેમજ ઠેર-ઠેર મંદિરોમાં પણ આ મહોત્સવ દરમિયાન ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશનો સૌથી મોટો હાર પણ શહેરમાં બનતા વધુ એક વખત રાજકોટનું નામ રોશન થયું છે.
રિપોર્ટ બ્યુરો રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી