- માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ વિરુદ્ધ થઈ ફરિયાદ
- પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- મેવલી ગામના અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ
વડોદરામાં આવેલા સાવલી તાલુકાના માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ વિરુદ્ધ આક્ષેપો સાથે ફરિયાદ નોધાઇ છે, પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધ જિલ્લા કલેકટરમાં કરવામાં આવી લેન્ડ ગ્રેબીગની ફરિયાદ કરવામાં આવી છે, સાવલી તાલુકાના મેવલી ગામના અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતોને હાથ ઉછીના નાના આપી ખેડૂતોની જમીન પર કબજો જમાવ્યો છે, ખેડૂતો નાણાં પરત આપવા જતા નાણાં લેવાનો ઇન્કાર કરી ખેડૂતોને દસ્તાવેજ કરી આપવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવમાં આવ્યો છે, પોતાની જમીન ઉપર ખેડૂતો જતા પૂર્વ ધારાસભ્ય ના મળતીયા ઓ દ્વારા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો થયા છે.ખેડૂતોએ વડોદરા જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે ખુમાનસિંહ રાયસીંગ ચૌહાણ કોંગ્રેસમાં વર્ષોથી રહી ચૂક્યા છે.
અજરુદ્દિંન ચૌહાણ, વડોદરા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી