
- સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદશન કર્યું
- હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનો પ્રારંભ
- SMC દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે
સુરતમાં જીરો રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી-પાથરણા વાળાને હટાવવામાં આવ્યાં છે. ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદશન કર્યું હતું.SMC દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે. શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કર્યો છે. વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે. વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.આગામી સમય મા પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી અપાઈ છે. મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઇ છે. હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો છે. મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી SMC કચેરી જવા રવાના થયા હતાં. SMC વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
સાબિર સૈય્યદ સાથે મુકેશ ગુરવ , સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી