- સુરત શહેરમાં ડિજિટલ પ્રિન્ટથી બની ભગવાન રામની છબી
- ભગવાન રામની અને અયોધ્યાની પ્રતિકૃતિ વાળી સાડી અયોધ્યા અને જાનકપુર મોકલાશે
અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. આ મહોત્સવને લઈ સુરતની કાપડ માર્કેટના વેપારીઓમાં પણ અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાપડ માર્કેટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળીની જેમ ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. ત્યારે કાપડ માર્કેટના ટેક્સટાઈલ યુવા બ્રિગેડ સંગઠન દ્વારા સુરતથી દેશના રામ મંદિરોમાં ડિમાન્ડ મુજબ વિનામૂલ્ય માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામ મંદિરની ડિઝાઈનવાળી સાડી મોકલવામાં આવનાર છે. હાલ સુરતના મંદિરમાં આ સાડીને અર્પણ કરવામાં આવી હતી. તેમજ અયોધ્યા અને જનકપુર પણ મોકલવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કાપડનાં વેપારીઓ જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યાં છે. ટેક્સ ટાઈલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ ડિજિટલ પ્રિન્ટિંગથી તૈયાર કરેલી સાડા છ મીટરની સાડીમાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું દૃશ્ય પ્રિન્ટ કર્યું છે.
મુકેશ ગુરવ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી