સરસ્વતી તાલુકાના કુબા ગામના મધ્યમવર્ગના ઠાકોર સમાજના પતિ-પત્ની રાજય બહાર મા ભોમની રક્ષા કરી રહ્યા છે જેમાં પતિ વેસ્ટ બંગાળ બીએસએફ અને પત્ની સીઆઈએસએફ કોલકાતા એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સરસ્વતી તાલુકામાં પ્રથમ પતિ-પત્ની સાથે નોકરી કરી રહ્યા છે જેમાં સરસ્વતી તાલુકાના કુબા ગામના અર્જુનસિંહ ઠાકોર ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં અભ્યાસ કરી ટ્યુશન વગર અભ્યાસ કરીને આર્મી ટ્રેનિંગ અને પરિક્ષા પાસ કરી મા ભોમની 12 વર્ષથી રક્ષા કરી રહ્યા છે. ત્યારે તેમની પત્ની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરીને દેવિકાબેન સોલંકી પરીક્ષામાંથી પાસ થઈ સીઆઈએસએફ કોલકાતા એરપોર્ટ પર સેવા આપી રહ્યા છે.
સરસ્વતી તાલુકામાં પ્રથમ પતિ-પત્ની સાથે રાજ્ય બહાર કે પછી બોર્ડર પર સેવા આપી રહ્યા છે તેવા સરસ્વતી તાલુકાના નાનકડા કુબા ગામના બન્ને પતિ પત્ની બીએસએફ અને સીઆઈએસએફમાં ફરજ બજાવી રહ્યા છે.અર્જુનસિંહ ઠાકોર બીએસએફે જણાવ્યું હતું કે નાનપણથી મારું સપનું હતું કે દેશની સેવામાં જોડાઈને દેશની રક્ષા કરીશું પણ અમે બન્ને દેશ સેવા આપી રહ્યા છે તે અમને ગર્વ છે.તેમના પરિવારમાં બે સંતાન છે જેમાં મોટો દિકરો જયેશ ઠાકોર ધો.2 માં અભ્યાસ કરે છે તે કુબા ગામે દાદા દાદી પાસે રહે છે અને 15 મહિનાની દિકરી તેમની સાથે રહે છે.કુબા ગામના મેવાજી ઠાકોર જણાવ્યું હતું કે કાયમની મારી ભકિત સફળ થઈ હું સદારામબાપાનો ભકત છું જેમાં સદારામબાપા સમાજમાં સેવા આપી રહ્યા હતા તેમ અમારા સંતાનો ભણી ગણીને દેશ સેવા આપી રહ્યા છે જેથી અમારી ભકિત સફળ થઈ છે. ગામમાં મે પણ પાંચ વર્ષ બિનહરીફ સરપંચ તરીકે સેવા આપી છે.સરસ્વતી તાલુકાના કુબા ગામના અર્જુનસિંહ ઠાકોર બીએસએફ બનવાનું સપનું સાકાર થતાં તેમના પત્ની સાથી દેવિકાબેન સોલંકી સીઆઈએસએફ કોલકાતા એરપોર્ટ ખાતે સેવા આપી રહ્યા છે જેથી સમાજમાં પહેલીવાર એક્સાથે પતિ પત્ની ફરજ બજાવી રહ્યા છે.
જયેશ મકવાણા,પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો