રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં આજે સવારે 40 વર્ષીય વ્હોરા યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ (Corpse) મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બાબજી એવન્યુના પાંચમા માળેથી લોહીલુહાણ લાશ (Corpse) મળી
ભોમેશ્વર શેરી નં. 8માં આવેલી બાબજી એવન્યુના પાંચમા માળેથી લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ (Corpse) મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ત્રણ દિવસથી સંપર્ક ન થતા બહેન તપાસ માટે આવી
મૃતકનું નામ અબ્બાસભાઈ યુસુબભાઈ મર્ચન્ટ (ઉંમર 40 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. તેઓ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવતા હતા. મૃતક જે બિલ્ડિંગમાં મળ્યો તે જ બિલ્ડિંગના ચોથા માળે 402 નંબરના ફ્લેટમાં તેઓ એકલાં રહેતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી અબ્બાસભાઈનો પરિવાર સાથે કોઈ સંપર્ક ન થતાં તેમની બહેન તેમને જોવા માટે ઘરે આવી હતી. આ દરમિયાન ઉપરના માળે લોહીલુહાણ હાલતમાં તેમની લાશ (Corpse) મળી આવતા સમગ્ર પરિવાર પર આઘાત લાગ્યો હતો.
લાશ નજીક છરી, ગળા અને છાતીમાં ઇજાના નિશાન
મૃતકની લાશ (Corpse) નજીકથી એક નાની છરી મળી આવી હતી તેમજ ગળા અને છાતીના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આ કારણે બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે પોલીસ દ્વિધામાં છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઈને ઘટનાસ્થળ તેમજ મૃતકના ફ્લેટમાં સઘન તપાસ શરૂ કરી છે. ઘરેથી કોઈ સુસાઇડ નોટ રાખી છે કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ સાથે આસપાસના CCTV ફૂટેજ ચેક કરવા અને પાડોશીઓની પૂછપરછ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો. હાલ સમગ્ર મામલે પોલીસે દરેક પાસાંથી તપાસ તેજ કરી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
