- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ હાથ ધરેલી તપાસ
- ખાનગી હોસ્પિટલમાં બનાવના ત્રીજા દિવસે પણ દર્દીઓ દાખલ
અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટી પ્લોટ ઉપર લગ્નના રિસેપ્સશનમાં ભોજન કર્યા બાદ 100 થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઇ હતી. અંકલેશ્વરમાં લગ્નનું રિસેપશન હતું. અને 450 થી વધુ મહેમાનો મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવ્યા હતા. પરમભુમી પાર્ટી પ્લોટ પર રાતે ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ જતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં તેઓએ તેમના ઓળખીતા ભરૂચના મા ચામુંડા કેટર્સને જ કોન્ટ્રાકટ આપ્યો હોવાનું કહ્યું હતું. અંગુર રબડી, પનીર ચુલ્લી, પાણી પુરી, દાળ ફ્રાય, ઝીરા રાઇસ સહિતનું મેનુ હતું. ત્યારે આ ફૂડના કારણે જ રિસેપશનમાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી. જેને લઈ આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દોડી આવી સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઝાડા-ઉલટીની અસરમાં વરરાજાના પિતા, અન્ય મહેમાનો સાથે કેટર્સ ભદ્રેશભાઈ પ્રજાપતિ અને તેમનો ભાણિયો સહિત સ્ટાફ પણ ભોગ બન્યો હતો. જોકે કોઈની હાલત ગંભીર બની ન હતી. કેટરસે તેઓ વર્ષોથી ક્વોલિટી ફૂડ જ વાપરતા હોય અને દૂધ તેમજ પનીરની આઇટમો સાથે અન્ય એસિડિક વિરુદ્ધ આહાર ભળતા આ બનાવ બન્યો હોવાંની શકયતા વ્યકત કરી હતી. કેટર્સે તેઓ વર્ષોથી વ્યવસાય કરતા હોય આવું પેહલી વાર બનતા તેઓ પણ ચિંતિત બન્યા છે. જેમાં દૂધ, પનીર સહિતના ફૂડના લેવાયેલા નમૂનાના ટેસ્ટ બાદ જ ક્યાં કારણોસર અને કઈ વસ્તુના લીધે ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો તે બહાર આવી શકશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં