- રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત
- દીપડો જસદણ તાલુકામાં દેખાયો હોવાનું આવ્યું સામે
- દીપડાએ જામગઢડીયાની સીમમાં વાછરડીનું કર્યું મારણ
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ દીપડાની દહેશત છવાઈ છે, દીપડો જસદણ તાલુકામાં દેખાયો હોવાનું સામે આવ્યું છે, જસદણના જામગઢડિયા ગામમાં બુધવારે રાતે દીપડો દેખાયો હતો. સ્થાનિકો દ્વારા વિડિયો પણ બનાવવામાં આવ્યો છે, દીપડાએ જામગઢડીયાની સીમમાં એક વાછરડીનું મારણ કર્યું હતું. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ તથા પ્રાંત અધિકારીને જાણ કરી હતી.
આશિષ મહેતા, જેતપુર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં