- 7 થી 14 જાન્યુઆરી 2024 સુધી ચાલશે પતંગોત્સવ
- US, ફ્રાન્સ, તુર્કી, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડના પતંગબાજો ભાગ લેશે
- 12 રાજ્યના 68 પતંગબાજો પણ પતંગ ઉત્સવમાં સામેલ થશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 7 થી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ફેસ્ટિવલનો ફુગ્ગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે તેમના સંબોધનમાં તેઓએ કહ્યું કે દર વર્ષે વધુ ને વધુ પતંગબાજો આવે છે. પતંગ રસિકોનો આંકડો વધતો જ જાય છે.
ગુજરાતમાં પતંગોનો અનેકગણો વેપાર વધ્યો છે અને શ્રમજીવીઓને રોજગારી મળી રહે છે. તેઓએ એમ પણ કહ્યું કે ગુજરાતે પોતાની સંસ્કૃતિ હંમેશા આગળ વધારી છે. આ ઉત્સવમાં અનેક લોકો ભાગ લેશે. પતંગ પર્વને PMએ વિશ્વ ખ્યાતિ અપાવી છે અને લોકોમાં તેનો આનંદ અનેરો હોય છે. આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે. 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે. જે દેશ આ પતંગોત્સવમાં ભાગ લેવાના છે તેમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવેશ. અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પતંગોત્સવની સાથે તમે હસ્તકલા અને ફૂડસ્ટોલની મજા પણ માણી શકશો. આ સિવાય તમે પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડના આયોજનને માણી શકશો. તદઉપરાંત પતંગ મહોત્સવ દરમિયાન 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.
ચિરાગ પાટડીયા, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં