- ભાણવડ શહેરમાં સતત ઊભરાતી ગટરોથી લોકમાં રોષ
- ભાણવડના રણજીત પરામાં ગટર છલકાતી હોવાથી આક્રોશ
- ગંદા પાણી વચ્ચે વેપાર કરવા દુકાનદારો બન્યા લાચાર
દેવભૂમી દ્વારકામાં આવેલા ભાણવડ શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી સતત ઊભરાતી ગટરોથી લોકમાં રોષ ભભૂક્યો છે, ભાણવડના રણજીત પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાતી હોવાથી લોકોનો આક્રોશ સામે આવ્યો છે, જાહેર રોડ રસ્તાઓ ગટરના ગંદા પાણી ફરી વળતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ છે, દુર્ગંધ મારતા ગંદા પાણી વરચે વેપાર કરવા દુકાનદારો લાચાર બન્યા છે, ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો પણ મજબુર બન્યા છે. સતત ઉભરાતા ગટરો ના ગંદા પાણી થી મરછરજન્ય રોગચાળો ફેલાવાનો લોકોમાં ડર સતાવી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી ઉભરાતી ભુગર્ભ ગટર ના કારણે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો
જયસુખ મોદી જામ ખંભાળીયા, દેવભૂમિ દ્વારકા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી