- અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવતમાનની ભરૂચના નેત્રંગ ખાતે જનસભા
- ચૈતર વસાવાના મતવિસ્તારના લોકોનો ઉત્સાહ વધારવા અને જન સમર્થન માટે પધાર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવત માન ની ભરૂચના નેત્રંગ ખાતે જનસભા યોજાઈ અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ત્યારે તેમના સમર્થકો અને તેમના મતવિસ્તારના લોકોનો ઉત્સાહ વધારવા અને જન સમર્થન માટે પધાર્યા હતા સભા દરમિયાન કહ્યું હતું કે, હું જાહેરાત કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. આ સભા સ્થળ પર ચૈતર વસાવાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો અને તમામની હાજરીમાં કેજરીવાલે ગુજરાતથી લોકસભા ચૂંટણીનું રંણશીંગું ફૂંકીને આ મહત્વની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠીયાએ પણ સંબોધન કર્યું હતું અને તેમણે લોકોને ચૈતર વસાવાનો સાથ આપવાની અને તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં ઉદેપુર જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ સાંસદના દીકરી રાધિકા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સતીશ વસાવા સાથે જીતુ રાણા, ભરૂચ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી