- દરિયાના તોફાની મોજા સાથે 14 રાજ્યોના 1200 થી વધુ લોકોએ બાથ ભીડી
- દિવ્યાંગ ,બાળકો અને વૃદ્ધ ,અને મહિલાઓ સ્પર્ધામાં જોડાયા હતા
પોરબંદરના ઘૂઘવતા દરિયાના તોફાની મોજા સાથે 14 રાજ્યોના 1200 થી વધુ લોકોએ બાથ ભીડી, સમુદ્રી તરણ સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમા દિવ્યાંગ ,બાળકો અને વૃદ્ધ ,અને મહિલાઓ સ્પર્ધામાં જોડાયા હતા. પોરબંદરની શ્રી રામ સ્વીમીંગ કલબ દ્રારા દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાય છે આજે પણ આ સ્પર્ધા યોજાયેલ હતી
જેમાં દેશના ખૂણેખૂણે થી તરવૈયાઓ તોફાની મોજા સાથે બાથ ભીડવા કડકડતી ઠંડી માં સમુદ્રી સ્પર્ધા માં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.બેદીવસની આ સ્પર્ધા માં 1200થી વધુ લોકો એ 14 રાજ્યોમાંથી ભાગ લીધો હતો.આજની સ્પર્ધામાં 1 કિલોમીટર થી 10 કિલોમીટર ની સ્પર્ધા માં 8 વર્ષના બાળકથી 80 વર્ષના વૃદ્ધ લોકો મહિલાઓ જોડાયેલ તેમજ સારીરીકરીતે દિવ્યાંગ લોકોએ પણ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો ગઈકાલે પોરબંદર ચોપાટી પર યોજાયેલ સ્પર્ધામાં દેશના 14 રાજ્યોમાંથી આવ્યા હતા. દર વર્ષે કલબ દ્વારા અદભુત આયોજન થાય છે સીસીટીવી કેમેરા,માઇક્રોચીપ,રેસ્ક્યુ ટીમો ,વોકિટોકી જેવા સાધનોથી સ્પર્ધકો પર દેખરેખ રાખવામાં આવે છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી