- સેવાલીયા ગામ નજીક જલારામ હોટલ પાસે સર્જાયો અકસ્માત
- પિકઅપ ડાલા અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું કરુણ મોત
ખેડામાં ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામ નજીક બાલાસિનોર રોડ ઉપર જલારામ હોટલ આવેલી છે જેની પાસે આજે સોમવારને 12 વાગે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું હતું માલવણ ગામે રહેતા ચંદુભાઈ વાળંદ પોતાની રીક્ષા નંબર GJ 07 YZ 7641માં શાકભાજી લઈને દરરોજ થર્મલ જતા હોય છે આજે પણ થર્મલ જવા નીકળ્યા હતા જ્યાં સેવાલીયા ગામ જલારામ હોટલ પાસે સામેથી આવતી પિકઅપ ડાલા નંબર GJ 07 YZ 5078 ના ચાલકે રોડ સાઈડથી આવી રીક્ષાને આગળથી ટક્કર મારી હતી જેમાં રિક્ષાનો કુચો થઈ ગયો હતો અને શાકભાજી વેરવિખેર થઈ ગઈ હતી જ્યાં રિક્ષાચાલક ચંદુભાઈને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત થતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ત્યારબાદ ઘટનાસ્થળે સેવાલીયા પોલીસ પહોંચી મૃતકની બોડીને પીએમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
નિખિલ ભટ્ટ, ડાકોર ખેડા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં