- બોરવેલમાં પડી ગયેલી એન્જલ જીદંગી સામેનો જંગ હારી
- કલ્યાણપુરના રાણ ગામે બાળકી બોરવેલમાં પડી હતી
- વડોદરાથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
- NDRFની ટીમે રેસ્કયુ ઓપરેશન કરી બહાર કઢાઈ હતી
નવા વર્ષના પહેલાં જ દિવસે દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે પછી હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી છે.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ઘરના ફળીયામાં અઢી વર્ષની માસુમ બાળકી એન્જલ બપોરના એક થી દોઢ વાગ્યા ના સુમારે રમતા રમતા તેમના માતા ની સામે જ ખુલ્લા બોરમાં પડી જવાની ઘટના બની હતી માતા દ્વારા બુમાબુમ કરતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને ગામના સરપંચ ને જાણ થતા ઘટના પહોંચ્યા હતા અને સ્થાનિક તંત્ર ને જાણ કરાતા ફાયર,108, ડોક્ટર ટીમ, પોલીસ, સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને વધુ મદદે આર્મી જવાનો પહોંચ્યા હતા ભારે જહેમત બાદ સાંજના આઠેક વાગ્યાના સુમારે NDRF, ટીમ પહોંચી હતી અને હાલ હીટચી મશીન દ્વારા બોર નજીક અંદાજે 15 ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો છે બોરવેલની વચ્ચે ફસાયેલી બાળકી બચાવાઈ હતી. તમામ ટીમોની મદદથી બાળકીને બહાર કઢાઈ હતી. આ પછી બાળકીને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાંથી ખંભાળિયા હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ સાથે જ પરિવાર સહિત લોકો ગમગીન બન્યા છે.
જયસુખ મોદી, દેવભૂમી દ્વારકા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં