- કરજણ રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાંથી ધુમાડો નીકળતા અફરાતફરી
- ભુજ થી દાદર તરફ જતી સયાજી નગરી સુપર ફાસ્ટમાં બની ઘટના
વડોદરાના કરજણ રેલવે સ્ટેશન પર ભુજ થી દાદર તરફ જતી સયાજી નગરી સુપર ફાસ્ટ ટ્રેનમાં S-4 નંબરના ડબ્બામાંથી ધૂમાડો નીકળતા અફરાતફરી પેસેન્જરોમાં માહોલ સર્જાયો છે આગના બનાવને પગલે કરજણ રેલવે સ્ટેશન પર સયાજી નગરી સુપર ફાસ્ટ ટ્રેનને પોણો કલાક સુધી થોભાવી રાખવાની ફરજ પડી હતી. આગના બનાવને પગલેરેલ્વેસ્ટેશન માસ્તર, આર.પી.એફ જવાન તત્કાલ દોડી આવ્યા હતા. જોકે કોઈ મોટી ધટના ન સર્જાતા રેલવે સ્ટેશન અધિકારીઓને હાશકારો અનુભવ્યો હતો.
મનોજ દરજી, કરજણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં