પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. એક્ટિવા ચાલકને બચાવવા જતા લક્ઝરી બસનો ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત (Accident) માં એક્ટિવા ચાલક સહિત કુલ બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બસમાં સવાર 18 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક્ટિવા બચાવવાના પ્રયાસમાં સર્જાયો અકસ્માત (Accident)
પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. લક્ઝરી બસ પલટી ખાઈ જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા શંખેશ્વરમાં 75 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયોજિત ‘વડીલ વંદના’ કાર્યક્રમમાં હાજરી આપીને વડીલો લક્ઝરી બસ મારફતે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત સમયે બસમાં કુલ 37 જેટલા મુસાફરો સવાર હતા. મળતી માહિતી મુજબ, હારીજ ITI કોલેજ પાસે અચાનક એક એક્ટિવા સવાર રસ્તે આડો ઉતરતા બસ ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.
એક્ટિવા ચાલક સહિત બે લોકોના મોત
બસમાં સવાર મુસાફર પ્રભુદાસ પટેલે જણાવ્યું કે, બસ સ્પીડમાં હતી ત્યારે એક્ટિવા ચાલક આવી રહ્યો હતો, જેથી બસ ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમ છતાં બસ સાથે એક્ટિવાની ટક્કર થઈ હતી. જે બાદ બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે, બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પાટણ શહેરની જનતા તેમજ પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
