- મહુવા તાલુકામાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન
- મહુવા તાલુકાના અધિકારીઓની બેવડી નીતિ સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો
સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકા ના ખેડૂતો એ બારડોલી પ્રાંત કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. વિસ્તારના ખેડૂતો પોતાની ખેતીની જમીન પોતાની રીતે સંમથળ કરતા મહુવા મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા કનડગત કરવામાં આવતી હોવાની પ્રાંત અધિકારીને ફરિયાદ કરી છે. સાથે જ વિસ્તારમાં માટી ચોરી, ગેરકાયદેસર ઈંટ ના ભઠ્ઠા ના સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા તાલુકાના ખેડૂતોએ બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સુરત જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં આદિવાસી ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક કચેરીના અધિકારીઓ સામે લડત ચલાવી રહ્યા છે. વિસ્તારના ખેડૂતો સરકાર ના નિયમ મુજબ પોતાની જ ખેતીની જમીનો પોતાની રીતે માટીનો ઉપયોગ કરીને સમથળ કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક મહુવા મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા નિયમોનું ખોટું અર્થઘટન કરાવીને ખેડૂતોને ખેડૂતોને રજાડી રહ્યા છે. ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરીને વાતો કરવા છતાં પણ કામગીરી સામે વિક્ષેપ ઊભો કરતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયા હતા. મહુવા મામલતદાર કચેરીના અધિકારીઓથી ત્રસ્ત બનેલા ખેડૂતો આજે સૌ ભેગા મળીને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક સાથે બારડોલી પ્રાંત કચેરી પહોંચ્યા હતા. અને જ્યાં વિવિધ મુદ્દા ઉપર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહુવા તાલુકા માં ખેતર સમથળ કરતા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયો છે. જુદા જુદા નીતિનિયમો બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ આવેદન માં ઉલ્લેખ છે. સાથે જ તાલુકામાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠા અને માટી ચોરી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની પણ કેફિયત કરાઈ છે. મહુવા તાલુકાના અધિકારીઓના અધિકારીઓની બેવડી નીતિ સામે ખેડૂતો માં હવે રોષ વધી રહ્યો છે. ખેડૂતો ને કનડગત કરાતી બંધ થાય એ માટે ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે મહુવા મામલતદાર અને બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
રમેશ ખંભાતી, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં