સામગ્રી
- બદામ 50 ગ્રામ
- પિસ્તા 50 ગ્રામ
- કાજુ 50 ગ્રામ
- લીલી ઇલાયચી 10 ગ્રામ
- કેસરના દોરા 10-15
- જાયફળ પાવડર 1/2 ચમચી
- કાળા મરીના બીજ 1/2 ચમચી
- દૂધમાં આ 2 ચમચી મસાલો નાખી દો
દૂધ મસાલા પાવડર બનાવવાની રીત
- દૂધ મસાલા પાવડર બનાવવા માટે, એક પેન ગરમ કરો અને તેમાં કાજુ, પિસ્તા, બદામ, લીલી ઈલાયચીઅને કાળા મરીના દાણાને મધ્યમ તાપ પર થોડીવાર માટે શેકી લો અને ગેસ બંધ કરી દો.શેકેલા ડ્રાયફ્રૂટ્સને અલગ વાસણમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો.
- હવે એમાં ગરમ પેનમાં અને કેસરના દોરાને જાયફળનો પાઉડર ને ગરમ કરીને ઠંડુ કરો. બધી ઠંડી કરેલી સામગ્રીને મિક્સર જારમાં નાખીએ પીસી લો,
- આ પછી તેમાં જાયફળ પાવડર અને કેસર મિક્સ કરો.પીસી લીધા પછી દૂધ મસાલા પાવડરને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી, પાવડરને સ્વચ્છ અને સૂકા એર-ટાઈટ જારમાં ભરીને સ્ટોર કરો.
- તમે આ મિલ્ક મસાલા પાવડરને 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને તેનો ઉપયોગ કરી શકો છો.જ્યારે પણ તમને મસાલા દૂધ પીવાનું મન થાય ત્યારે એક ગ્લાસ દૂધ ગરમ કરીને તેમાં ખાંડ નાખીને, 2 ચમચી મસાલા પાવડર નાખીને, મસાલા દૂધની મજા લો. પોષણથી ભરપૂર આ દૂધ મસાલા પાવડરને તમે કુલ્ફી, ખીર, આઈસ્ક્રીમ વગેરે બનાવવામાં માટે પણ ઉપયોગ કરી શકો છો.
સામગ્રીમાં ફેરફાર કરીને તેને વધુ ઉપયોગી બનાવો
શિયાળાની ઋતુમાં ઘણા લોકોને દૂધ પીવાથી ઉધરસ અને કફની સમસ્યા થાય છે, ખાસ કરીને અસ્થમાના દર્દીઓ માટે દૂધમાં હળદર, જાયફળ, પીપળ, ઈલાયચી વગેરે મિક્સ કરીને પીવાથી ખૂબ જ ફાયદાકારક છે. કેસર દૂધના મસાલામાં જાયફળ પાવડર ઉમેરવાથી તેને સ્વાદ, પૌષ્ટિકતા અને આછો કેસરી રંગ આપે છે. તમે દૂધના મસાલામાં કેસરની જગ્યાએ હળદરનો ઉપયોગ કરી શકો છો.
દૂધના મસાલામાં કેસરની માત્રા વધારવાથી કેસરી રંગ મળે છે અને કેસરના બદલે જાયફળનું પ્રમાણ વધારશો તો દૂધનો રંગ આછો બ્રાઉન (ચોકલેટી) થઈ જશે.
સ્ટોર કરવા અને સર્વ કરવા માટેની ટિપ્સ
દૂધનો મસાલો પાવડર બનાવીને તમે ફ્રિજમાં એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો છો તો ૩ મહિના સુધી સારું રહેશે. તમે પીનારા લોકોના સ્વાદ અનુસાર મસાલાવાળા હળદર, સાકર મિક્સ કરીને સર્વ કરી શકો છો. આ મસાલાને ઠંડા દૂધમાં અથવા ગરમ દૂધમાં ભેળવીને સર્વ કરી શકાય છે. ઉત્તર ભારતમાં ઠંડા મસાલા મિક્સ દૂધને ઠંડાઇ કહેવામાં આવે છે. ઠંડાઈને હોળી અને શિવરાત્રીના તહેવારમાં દરેક ઘરમાં તૈયાર કરવામાં આવે છે. તમે ખીર અને શિરો બનાવીને તેના પર દૂધ મસાલા પાવડર નાખીને ગાર્નિશ કરી શકો છો.
દૂધ મસાલા પાવડર ખાવાના ફાયદા
મસાલેદાર દૂધ, દૂધની શક્તિમાં દસ ગણો વધારો કરે છે કારણ કે દૂધ પૌષ્ટિક છે અને જ્યારે દૂધના મસાલામાં બદામ, પિસ્તા અને કાજુ મિક્સ કરેલા હોય તો તે વિટામિન અને ફાઇબરથી ભરપૂર બનાવે છે, કેસર, ઈલાયચી અને જાયફળ તેને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે.
પૂજા પચ્ચિગર, સૂરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં