IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો પહેલી મેચ આજે રમાશે, જેમાં MS Dhoni પણ આ સિઝનમાં પહેલી વાર એક્શનમાં જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સનો પહેલો મુકાબલો તેના કટ્ટર હરીફ મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે. ધોની હવે 43 વર્ષના છે અને દરેક સીઝનના અંત સાથે, તેમની નિવૃત્તિની અફવાઓ જોર પકડવા લાગે છે. હવે તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના ભવિષ્ય અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા જિયો હોટસ્ટાર શોમાં બોલતા, MS Dhoni એ પોતાના ભવિષ્ય વિશે કહ્યું, “હું ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેરમાં હોઉં તો પણ તેઓ મને પાછળ ખેંચી લેશે.”
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રશંસા કરી
સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આશા વ્યક્ત કરી છે કે ” ધોની આ વખતે પણ ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમશે. આ વખતે ટીમમાં ઘણા નવા ખેલાડીઓ જોડાયા છે અને ક્યારેક ધોનીની જેમ બોલને ફટકારવો મુશ્કેલ હોય છે. એટલા માટે ટીમમાં ધોનીની હાજરી મને અને અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા આપે છે.”
આ પણ વાંચો : શહીદ દિવસ 2025: શું પાકિસ્તાનમાં હજુ પણ ભગતસિંહ (Bhagat Singh) ની કોઈ નિશાની છે, જાણો કઈ વસ્તુઓ હજુ પણ સુરક્ષિત છે?
MS Dhoni ખૂબ લાંબા સમય સુધી રમશે
ઋતુરાજ ગાયકવાડે કહ્યું, “મને ક્યારેય એવું લાગ્યું નથી કે ધોની ક્યારેય ખરાબ ફોર્મમાં છે કે તેમની ફિટનેસ બગડી રહી છે. જો તમે સચિન તેંડુલકરને જુઓ તો, તે 50 વર્ષની ઉંમરે પણ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે. તેથી જ મને લાગે છે કે ધોની ખૂબ લાંબા સમય સુધી રમશે.”
MS Dhoni એ ગયા વર્ષે સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી હતી. ગયા સિઝનમાં, ધોની કોઈ પણ દબાણ વિના 7 કે 8 નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા અને તેમણે 220 ના તોફાની સ્ટ્રાઇક રેટથી રમતા 161 રન બનાવ્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી