ICC એ મહિલા ODI વર્લ્ડ કપ 2025 નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારત (India) -શ્રીલંકાના યજમાનીમાં આયોજિત કરવામાં આવશે. વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. 2013 પછી પહેલી વાર ભારત (India) માં મહિલા ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. તેમાં આઠ ટીમો ભાગ લેશે. ભારત (India) અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચ રમાશે.
India અને Pakistan વચ્ચે 5 ઓક્ટોબરે હાઇ-વોલ્ટેજ મેચ
ત્યારબાદ ભારતીય ટીમ 5 ઓક્ટોબરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ બંને કટ્ટર હરીફો વચ્ચે હાઇ-વોલ્ટેજ મેચ હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, આ મેચ તટસ્થ સ્થળે યોજાશે.
હાઇબ્રિડ મોડેલ પર કરાર થયો
BCCI અને PCB વચ્ચે હાઇબ્રિડ મોડેલ પર કરાર થયો હતો, પાકિસ્તાન તેની બધી મેચ કોલંબોમાં રમશે. ભારત (India) અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે, ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનને બદલે દુબઈમાં રમવાનો નિર્ણય લીધો હતો. તેના જવાબમાં, PCB એ કહ્યું હતું કે પાકિસ્તાન નજીકના ભવિષ્યમાં ટુર્નામેન્ટ માટે ભારત (India) નો પ્રવાસ કરશે નહીં.
ઓસ્ટ્રેલિયાનું અભિયાન
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 1 ઓક્ટોબરે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ પછી, કાંગારૂ ટીમ 8 ઓક્ટોબરે કોલંબોમાં પાકિસ્તાન સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મહત્વપૂર્ણ મુકાબલો 22 ઓક્ટોબરે ઇન્દોરમાં યોજાશે.
ફાઇનલ 2 નવેમ્બરે યોજાશે
ટુર્નામેન્ટ 28 લીગ મેચો પછી ત્રણ નોકઆઉટ મેચ સાથે યોજાશે. આ મેચો બેંગલુરુ, ઇન્દોર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને કોલંબોમાં રમાશે. પહેલી સેમિફાઇનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે. ફાઇનલ 2 નવેમ્બરે બેંગલુરુ અથવા કોલંબોમાં રમાશે.
મહિલા વર્લ્ડ કપનો સંપૂર્ણ સમયપત્રક
30 સપ્ટેમ્બર: ભારત VS શ્રીલંકા – બેંગલુરુ – બપોરે 3 વાગ્યે
1 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા VS ન્યુઝીલેન્ડ – ઇન્દોર – બપોરે 3 વાગ્યે
2 ઓક્ટોબર: બાંગ્લાદેશ VS પાકિસ્તાન – કોલંબો – બપોરે 3 વાગ્યે
3 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ VS દક્ષિણ આફ્રિકા – બેંગલુરુ – બપોરે 3 વાગ્યે
4 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા VS શ્રીલંકા – કોલંબો – બપોરે 3 વાગ્યે
5 ઓક્ટોબર: ભારત VS પાકિસ્તાન – કોલંબો – બપોરે 3 વાગ્યે
6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ VS દક્ષિણ આફ્રિકા – ઇન્દોર – બપોરે 3 વાગ્યે
7 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ VS બાંગ્લાદેશ – ગુવાહાટી – બપોરે 3 વાગ્યે
8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા VS પાકિસ્તાન – કોલંબો – બપોરે 3 વાગ્યે
9 ઓક્ટોબર: ભારત VS દક્ષિણ આફ્રિકા – વિશાખાપટ્ટનમ – બપોરે 3 વાગ્યે
10 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ VS બાંગ્લાદેશ – વિશાખાપટ્ટનમ – બપોરે 3 વાગ્યે
11 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ VS શ્રીલંકા – ગુવાહાટી – બપોરે 3 વાગ્યે
12 ઓક્ટોબર: ભારત VS ઓસ્ટ્રેલિયા – વિશાખાપટ્ટનમ – બપોરે 3 વાગ્યા
13 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા VS બાંગ્લાદેશ – વિશાખાપટ્ટનમ – બપોરે 3 વાગ્યા
14 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ VS શ્રીલંકા- કોલંબો- બપોરે 3 વાગ્યા
15 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ VS પાકિસ્તાન- કોલંબો- બપોરે 3 વાગ્યા
16 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા VS બાંગ્લાદેશ- વિશાખાપટ્ટનમ- બપોરે 3 વાગ્યા
17 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા VS શ્રીલંકા- કોલંબો- બપોરે 3 વાગ્યા
18 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ VS પાકિસ્તાન- કોલંબો- બપોરે 3 વાગ્યા
19 ઓક્ટોબર: ભારત VS ઇંગ્લેન્ડ- ઇન્દોર- બપોરે 3 વાગ્યા
20 ઓક્ટોબર: શ્રીલંકા VS બાંગ્લાદેશ- કોલંબો- બપોરે 3 વાગ્યા
21 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા VS પાકિસ્તાન- કોલંબો- બપોરે 3 વાગ્યા
22 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા VS ઇંગ્લેન્ડ- ઇન્દોર- બપોરે 3 વાગ્યા
23 ઓક્ટોબર: ભારત VS ન્યુઝીલેન્ડ- ગુવાહાટી- બપોરે 3 વાગ્યા
24 ઓક્ટોબર: પાકિસ્તાન VS શ્રીલંકા- કોલંબો- બપોરે 3 વાગ્યા
25 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા VS શ્રીલંકા- ઇન્દોર- બપોરે 3 વાગ્યા
26 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ- ગુવાહાટી- બપોરે 3 વાગ્યા
26 ઓક્ટોબર: ભારત VS બાંગ્લાદેશ- બેંગલુરુ- 3 બપોરે
29 ઓક્ટોબર: સેમિ-ફાઇનલ 1- ગુવાહાટી/કોલંબો – બપોરે 3 વાગ્યે
30 ઓક્ટોબર: સેમિ-ફાઇનલ 2- બેંગલુરુ – બપોરે 3 વાગ્યે
2 નવેમ્બર: ફાઇનલ – કોલંબો/બેંગલુરુ – બપોરે 3 વાગ્યે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
