આમિર ખાન અને કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ Oscars 2025 જીતવાની રેસમાંથી બહાર છે. મંગળવારે, એકેડેમીએ આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવનારી 15 ફિલ્મોની જાહેરાત કરી હતી, જેમાં ‘લાપતા લેડીઝ’ શોર્ટલિસ્ટ નથી થઇ શકી. યુકે દ્વારા ઓસ્કાર માટે મોકલવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘સંતોષ’ નેક્સ્ટ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી છે.
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર 2025માં ઝટકો લાગ્યો છે. આમિર ખાન દ્વારા નિર્મિત, આ ફિલ્મ 97માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. પરંતુ ખરાબ સમાચાર એ છે કે લાપતા લેડીઝ Oscars જીતવાની રેસમાંથી બહાર છે. આ સમાચારથી ચાહકો ખૂબ જ નિરાશ છે.
Oscars 2025ની રેસમાંથી ‘લાપતા લેડીઝ’ બહાર
મંગળવારે, એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે આગામી રાઉન્ડ માટે પસંદ કરવા માટેની 15 ફિલ્મોની જાહેરાત કરી. જેમાં કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી. આગામી રાઉન્ડ માટે કુલ 15 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. આને જોયા બાદ એકેડમીના સભ્યો અંતિમ યાદી નક્કી કરશે.
આમિરની ફિલ્મ ભલે આઉટ થઈ ગઈ હોય, પરંતુ UK દ્વારા Oscars 2025 માટે મોકલવામાં આવેલી હિન્દી ભાષાની ફિલ્મ ‘સંતોષ’ને આગામી રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીએ કર્યું છે. Oscars 2025ના વિજેતાઓની જાહેરાત 2 માર્ચે કરવામાં આવશે.
આ 15 ફિલ્મો જે આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી
- બ્રાઝિલ, આઈ એમ સ્ટિલ હીયર
- કેનેડા, યુનિવર્સલ લેંગ્વેજ
- ચેક રિપબ્લિક, વેવ્સ
- ડેનમાર્ક, ધ ગર્લ વિથ ધ નીડલ
- ફ્રાન્સ, એમિલિયા પેરેઝ (Emilia Pérez)
- જર્મની, ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ (The Seed of the Sacred Fig)
- આઇસલેન્ડ, ટચ
- આયર્લેન્ડ, નીકેપ
- ઇટાલી, વર્મીગલિયો
- લાતવિયા, ફ્લો
- નોર્વે, આર્મન્ડ (Armand)
- પેલેસ્ટાઈન, ફ્રાર્મ ગ્રાઉન્ડ ઝીરો
- સેનેગલ, ડાહોમી
- થાઇલેન્ડ, હાઉ ટુ મેક મિલિયન્સ બીફોર ગ્રાન્ડમા ડાય
- યુનાઇટેડ કિંગડમ, સંતોષ
આ પણ વાંચો : દક્ષિણ પેસિફિકના વનુઆતુ (Vanuatu) માં 7.3ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 14ના મોત, સેંકડો ઘાયલ
લાપતા લેડીઝએ કેટલી કમાણી કરી?
લાપતા લેડીઝને 1 માર્ચ 2024 ના રોજ રિલીજ કરવામાં આવી હતી. આમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. વિવેચકો અને લોકોએ ફિલ્મને અપાર પ્રેમ આપ્યો. ગ્રામીણ ભારતમાં બનેલી આ ફિલ્મમાં બે દુલ્હનોની વાર્તા છે જેમની એક ટ્રેનમાં અદલાબદલી થઇ જ્યાં છે. કિરણ રાવની આ ફિલ્મ અનેક સામાજિક મુદ્દાઓને સ્પર્શે છે. 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 20.58 કરોડ રૂપિયા છે. જ્યારે વર્લ્ડવાઈડ ફિલ્મે 27.06 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
શું છે ફિલ્મ ‘સંતોષ’ની વાર્તા?
ફિલ્મમાં શહાના ગોસ્વામી પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. સુનીતા રાજવાર, સંજય બિશ્નોઈ, કુશલ દુબે, નવલ શુક્લા અને પ્રતિભા અવસ્થી પણ મહત્વના રોલમાં છે. ‘સંતોષ’ એક વિધવા (શહાના ગોસ્વામી)ની વાર્તા છે, જે તેના પતિના મૃત્યુ પછી તેની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવે છે. હવે તેને નોકરી મળે છે, પરંતુ તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. શહાનાને એક યુવતીની હત્યાનો કેસ ઉકેલવા મળે છે. ફિલ્મની વાર્તા આની આસપાસ ફરે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી