તા. ૧૬.૨.૨૪ મા નર્મદા જયંતી છે. મહા સુદ સાતમ ને શુક્રવારે નર્મદા જયંતી છે. ગુજરાતની પાલનહાર અને જીવાદોરી સમાન પર્વતરાજ મેખલની પુત્રી નર્મદા રેવાના નામથી ઓળખાય છે.
ભારતની પાંચ મુખ્ય નદીમાં નર્મદાનો સમાવેશ થાય છે. વિધ્વંના પહાડોમાંથી અમરકંડક પ્રદેશમાં નર્મદાનું ઉદગમ સ્થાન છે. નર્મદા નદી ૧૩૧૨ કિ.મી. લાંબી છે. ભગવાન શંકરે મેખલ પર્વત ઉપર તપ કર્યું અને ભગવાન શંકરના પરસેવા માથી ૧૨ વર્ષ ની કન્યા અવતરિત થઈ હતી અને રૂપવાન હોવાના કારણે તેનું ભગવાન વિષ્ણુએ નર્મદા નામ પાડયુ હતું.
ત્યારબાદ મા નર્મદાએ ૧૦ હજાર વર્ષ સુધી તપ કરેલુ અને શિવજી પાસે વરદાન માંગેલુ કે પ્રલય કાળમાં મારો નાશ ન થાય અને નદી સ્વરૂપે રહુ, મારામાં રહેલ દરેક પથ્થરની પૂજા શિવલીંગ તરીકે કરી શકાય આજે પણ લોકો નર્મદાની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથુ બાંધે છે. મા નર્મદા નો અર્થ થાય છે સુખ આપનાર
પૂજન વિધિમાં સવારે વહેલા ઉઠી પોતાનો નિત્ય કર્મ કરે અને ત્યારબાદ એક બાજોટ અથવા પાટલો લેવો. તેની ઉપર સફેદ અથવા લાલ વસ્ત્ર પાથરવું ચોખાની ઢગલી ઉપર એક ત્રાંબાનો અથવા તો પિત્તળ નો કળશ અથવા લોટો રાખવો તેના ઉપર બાજુમાં દીવો અગરબત્તી કરવા કળશ નર્મદા જળ થી અથવા નર્મદા જળ ઘરમાં ન હોય તો ડંકી અથવા કુવાના પાણીથી કળશ ભરવો અંદર પાણી પધરાવતી વખતે ઓમ માં નર્મદા નમઃ બોલતા જવું ત્યારબાદ તેમાં સોપારી પધરાવી અબીલ ગુલાલ કંકુ રૂપિયાનો સિક્કો પધરાવો આસોપાલવના પાંચ પાન પધરાવવા અને ત્યાર પછી નેવેધ માં મીઠાઈ અર્પણ કરવી
અને આરતી ઉતારવી અને ત્યારબાદ માં નર્મદાને પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં અમારા કુટુંબ માં તથા અમે બધા જ ગુજરાતવાસી ઓ સુખ શાંતિથી રહીએ અને અમારી દેશ વિદેશમાં પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપશો જી ત્યારબાદ કળશનું જળ માં નર્મદા નું નામ લઇ આખા ઘરમાં ઓફિસમાં છાંટી શકાય છે અને બીજું વધેલું જળ તુલસી ક્યારે પધરાવું આવી રીતના ગુજરાતના દરેક ઘરે ઘરે નર્મદા માતાજીનું પૂજન કરવાથી ગુજરાતની અને ગુજરાતીઓની સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થશે
શાસ્ત્રી
રાજદીપ જોશી (વેદાંત રત્ન)
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી