- અરવલ્લીમાં છ હજારથી વધુ હેકટર જમીનમાં ખેડૂતોના મકાઈના પાકમાં રોગ લાગુ
- મકાઈમાં પાનખાઉ નામની ઈયળ પડતાં ખેડૂતો ત્રસ્ત
અરવલ્લી જિલ્લામાં છ હજાર થી વધુ હેકટર જમીનમાં ખેડૂતો એ મકાઈના પાક નું વાવેતર કરેલું પણ અચાનક વાતાવરણ માં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા પકાઈના પાક માં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય -અરવલ્લીમાં 6 હજાર થી વધુ હેક્ટર જમીનમાં મકાઇની વાવણી થઈ છે જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાક ની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાઉ નામની ઈયળ પડતાં ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈની ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકનો સફાયો કરે છે જ્યાં મકાઈ ના પાક નો વિકાસ પણ અટકાઈ દે છે
મોડાસા તાલુકાના બામનવાડ ગામ ના ખેડૂતો એ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે મકાઈની વાવણી થયા અને હજુ તો 40 થી 50 દિવસ વિત્યો છે ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંખમાં છુપાઈ રહેલી પાનખાઉ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે અને ખેડૂત નો મકાઈ નો છોડ નિસફલ જતો હોય છે ત્યારે હવે ખેડૂતો મુશ્કેલી માં મુકાય છે ત્યારે ખેડૂતો ની મંગ છે કે ખેતીવાળી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે
જયદીપ ભાટીયા, અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં