અમદાવાદ (Ahmedabad) ના બોપલ વિસ્તારમાં આવેલી 21 માળની ઈસ્કોન પ્લેટિનમના 8મા માળે આગ લાગી હતી. ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડીંગમાં ફસાયેલા 200 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢી આગને કાબૂમાં લીધી હતી.
અમદાવાદ (Ahmedabad) ના બોપલ વિસ્તારમાં આગની ધટના
ગુજરાતના અમદાવાદ (Ahmedabad) ના બોપલ વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ દરમિયાન 22 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. બોપલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે 21 માળની ‘ઇસ્કોન પ્લેટિના’ બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી.
વધુમાં ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 200 થી વધુ રહેવાસીઓને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે ઘણી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે બિલ્ડિંગના આઠમા માળે ‘ઇલેક્ટ્રિક ડક્ટ’માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, પરંતુ વાસ્તવિક કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Apple અને Googleની સૌથી મોટી હરીફ સેમસંગે (Samsung) આપ્યો મોટો સંકેત, જાન્યુઆરીમાં કંઈક વિસ્ફોટક થવા જઈ રહ્યું છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધ મહિલા મિલાબેન શાહનું મૃત્યુ થયું હતું. આગ ઓલવવાની કામગીરી શનિવારે સવારે 3.40 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી