અમદાવાદ (Ahmedabad) ના ચંડોળા વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રહી. ૨.૫ લાખ ચોરસ મીટરથી વધુ જમીન ખાલી કરાવવા માટે 3000 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદ (Ahmedabad) ના ચંડોળા વિસ્તારમાં ચાલી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનનો બીજો તબક્કો આજે બીજા દિવસે પણ ચાલુ છે. આ ઝુંબેશમાં વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઝુંબેશ કુલ 2.5 લાખ ચોરસ મીટરથી વધુ જમીનને અતિક્રમણથી મુક્ત કરવા માટે ચલાવવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખીને, ઘટનાસ્થળે અનેક બુલડોઝર અને 3000 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
‘અત્યાર સુધી 99.9% કામ પૂર્ણ’
આ મામલે માહિતી આપતાં, અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગઈકાલથી ચંડોળા વિસ્તારમાં ઝુંબેશનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ પછી, અત્યાર સુધીમાં 99.9 ટકા ડિમોલિશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે કેટલીક ધાર્મિક રચનાઓ દૂર કરવામાં આવી રહી છે. જેસીપીએ જનતાને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી. ઉપરાંત, વહીવટ સંપૂર્ણ પારદર્શિતા સાથે અને કાયદાના દાયરામાં રહીને કામ કરી રહ્યો છે.
Ahmedabad ના ચંડોળા ડિમોલિશન ફેઝ-2ની કામગીરી શાંતિપૂર્ણ કાર્યવાહી ચાલી રહી છે
આ સાથે, વહીવટીતંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી કોઈપણ હિંસા વિના શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. વહીવટીતંત્રે સ્થાનિક લોકોને પણ સહયોગ માટે અપીલ કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ શહેરની સરકારી જમીનને ગેરકાયદેસર અતિક્રમણથી મુક્ત કરવાનો અને તેનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.
#WATCH | Ahmedabad, Gujarat | Visuals from the Chandola area as the demolition drive continues for the second day.
This second phase of the demolition drive will remove illegal encroachment from an area of more than 2.5 lakh square meters. pic.twitter.com/87jRUbCSnj
— ANI (@ANI) May 21, 2025
AMCના શેલ્ટર હોમમાં રહેવાથી લઈ સુવા સુધીની તમામ વ્યવસ્થા
છેલ્લા બે દિવસથી અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા ચંડોળા તળાવ ખાતે મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનેક લોકોના ઘર તૂટી ગયા છે અને તેમને રહેવાની વ્યવસ્થા ન હોવાને લઈ અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD વિભાગ દ્વારા વાસણા ખાતેના શેલ્ટર હોમમાં તેઓને ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ 33 લોકોને બે બસ મારફતે વાસણા ખાતેના મ્યુનિસિપલ કોર્પોરેશનના શેલ્ટર હોમ ખાતે લઈ જઇ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આશ્રિત લોકોને સારા ખોરાક પાણી, સ્વચ્છ રૂમ ,પલંગ વિગેરે વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જે પણ ચંડોળા તળાવના ઘરવિહોણા લોકો છે તેઓ પોતાનું આશ્રય મેળવવા માટે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસનપુર બસ ડેપો ખાતે તેઓને શેલ્ટર હોમમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. UCD વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં લોકોને સમજાવીને શેલ્ટર હોમમાં રહેવા માટે જણાવ્યું છે.
20 ધાર્મિક સ્થળો અને 500 કાચા-પાકા મકાનોના દબાણ દૂર કરાયા
બપોરે 12 વાગ્યા સુધીમાં AMC દ્વારા 20 જેટલી નાના મોટી મસ્જિદ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનો અને 500થી વધુ કાચા-પાકા મકાનો તેમજ ઝુંપડા તોડી પાડવામાં આવ્યા છે. સવારે 10:00 વાગ્યા બાદ ઇસનપુર ચંડોળા તળાવના દશા માતા મંદિર તરફના રોડ ઉપરના તળાવની જગ્યામાં આવેલા દબાણો તોડી પાડવાની શરૂઆત કરી હતી.
એક અઠવાડિયામાં 3800 લોકોએ આવાસ યોજનાના ફોર્મ મેળવ્યા
ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશનના કારણે હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે 9 મેના રોજ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેતાં હોય એવાં સ્થાનિક લોકોને શરતોને આધિન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે EWS આવાસ યોજનાના મકાનો ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા સુધીમાં 3800 લોકોએ આવાસ યોજનાના ફોર્મ મેળવ્યા છે. 31 મે સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.
મકાન મેળવવા માટે લોકોએ ત્રણ લાખની સંપૂર્ણપણે રકમ ભરવાની રહેશે
જેમાં આવાસના ફોર્મની સાથે અસ૨ગ્રસ્તોએ EWS કેટેગરીના માન્ય આધારભૂત પૂરાવાઓ પૈકી બે પુરાવા ફરજિયાત સામેલ કરવાના રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાનો લાભ મેળવવા માટે અસરગ્રસ્તો ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવના વિસ્તારમાં રહેતા હોવાના પુરવાર કરતા દસ્તાવેજો/જરૂરી પુરાવા રજૂ કરવા ફરજિયાત છે. પુરાવાની સાથે તેમની કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખ કે તેનાથી ઓછી હોવાનું પ્રમાણપત્ર તથા ફોર્મમાં જણાવેલ અન્ય જરૂરી પુરાવાઓ સામેલ કરવાનાં રહેશે. ફોર્મ સાથે જરૂરી પુરાવાઓ રજૂ કર્યા બાદ તેની ચકાસણી કરી નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સાથે ફોર્મ ભરેલા અસરગ્રસ્તોના પુરાવાના આધારે પાત્રતા નકકી કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા અસરગ્રસ્તોને જ આનો લાભ આપવામાં આવશે.અસરગ્રસ્તોની પાત્રતા નક્કી થયા બાદ આવાસની ફાળવણી લેતા પહેલાં જરૂર જણાયે પોલીસ વેરીફિકેશન પણ કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દસ્તાવેજ કરી અને લોકોને મકાન ફાળવવામાં આવશે જોકે મકાન મેળવવા માટે લોકોએ ત્રણ લાખની સંપૂર્ણપણે રકમ ભરવાની રહેશે.
વાર્ષિક આવક 3 લાખથી ઓછી હશે તેને જ મકાન ફાળવાશે
જે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેઓને જ મકાન ફાળવવામાં આવશે. ફોર્મની સાથે ફોર્મ ફી 50 રૂપિયા અને ડિપોઝિટની 7500 રકમ સાથેનો ડિમાન્ડ ડ્રાફ્ટ- પે ઓર્ડર અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ (Ahmedabad) ના નામનો બનાવી જમા કરાવવાનો રહેશે. પુરાવાઓની નકલ ફોર્મની સાથે જોડવાની રહેશે. ત્રણ લાખ રૂપિયાના રકમમાં મકાન મળશે. જેના માટે 20 ટકા રકમ ડ્રોમાં સફળ થયા બાદ ભરવાની રહેશે અને બાકીના 80 ટકા રકમ 10 હપ્તામાં ભરવાની રહેશે. રકમ ભર્યા બાદ દસ્તાવેજ કરી અને મકાન ફાળવવામાં આવશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી