મૂળ ગુજરાતના મહેસાણા (Mehsana) ના વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતી એક વ્યક્તિની ગુમ થયાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. પોલીસે આ દરમિયાન સાબરમતી બ્રિજ પાસેથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ફરિયાદી પરિવારને ઓળખ માટે બોલાવવામાં આવી હતી પરિવારે આ લાશ પોતાના દીકરાની છે એમ ઓળખીને લાશનો કબજો લઈ તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા અને તે પછી બેસણું પણ કરી દીધું. મહેસાણા (Mehsana) જિલ્લાના વિજાપુરનો આખો પરિવાર શોખમાં ગરકીને બેઠું હતું ત્યારે અચાનક બીજા દિવસે આ અવસાન પામેલો વ્યક્તિ ઘરે પાછો આવી ગયો અને હું તો જીવું છું એમ કહીને પ્રમાણ આપ્યું. આ જોઈને આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો.
મહેસાણા (Mehsana) જિલ્લાના વિજાપુરની અજીબો ગરીબ ઘટના
વાત જાણે એમ છે કે મહેસાણા (Mehsana) જિલ્લાના વિજાપુરમાં આવેલ પ્રભુનગર સોસાઇટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદમાં શેરબજાર નો વ્યવસાય સાથે સંકડાયેલો હતો. ગત ઓકટોબર મહિનાની ૨૭ તારીખ ના રોજ બ્રિજેશ કોઈને પણ જાણ કર્યા વીના ક્યાંય ચાલી ગયો હતો જેથી પરેશાન થઈ પરિવારે એક જાણવા જોગ ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશન માં કરી હતી. આ દરમિયાન પોલીસને એક સાબરમતી બ્રિજ પાસેથી એક અજાણી લાશ મળતા ફરિયાદી પરિવારને જાણ કરી હતી . આ ખબર સાંભળતાજ આખું પરિવાર લાશની ઓળખ માટે દોડી આવ્યા હતા. પરિવારે મૃતદેહને પોતાના ખોવાયેલા દિકરનોજ છે એમ ઓળખી બતાવી મૃતદેહ નો કબજો મેળવ્યો હતો અને તે પછી અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું પણ 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતાં સૌકોઈ ચોકી ઊઠ્યા હતા.બ્રિજેશને જોતાં અગ્નિસંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ મૂંઝવણમાં મુકાયો છે. ત્યારે હવે પોલીસે પણ અંતિમસંસ્કાર કોના થયા એની તપાસ જોર શોર થી શરૂ કરી છે.આ સમગ્ર ઘટના બાદ પરિવાર અને પોલીસ તંત્ર મૂંઝવણમાં મુકાઇ ગયા છે અને કોની ભૂલ થી આ ગંભીર ઘટના ઘટી એનો વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat: અમદાવાદ (Ahmedabad) માં 21 માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી; એક વૃદ્ધ મહિલાનું મોત, 22 લોકો હોસ્પિટલમાં દાખલ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી