ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક વિકલાંગ વિદ્યાર્થીને સ્માર્ટફોન (Smartphone) આપ્યો હતો. પરંતુ વિદ્યાર્થી બહાર આવતાની સાથે જ કોઈએ સ્માર્ટફોન છીનવી લીધો હતો. હાલ પોલીસે આ મામલે FIR નોંધી છે.
કાર્યક્રમમાંથી બહાર આવતા જ સ્માર્ટફોન (Smartphone) છીનવાયો
યુપીના ગાઝિયાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં બુધવારે એક વિકલાંગ વિદ્યાર્થીને સ્માર્ટફોન આપવામાં આવ્યો હતો. પરંતુ જેવો વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોન (Smartphone) સાથે બહાર આવ્યા કે તરત જ એક વ્યક્તિ દ્વારા કથિત રીતે સ્માર્ટફોન છીનવી લેવામાં આવ્યો. આ મામલે ઘંટાઘર કોતવાલી પોલીસે વિદ્યાર્થીની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.
પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો
આ મામલે એક સમાચાર એજન્સીને માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એમએમએચ કોલેજમાંથી એલએલબી પૂર્ણ કરનાર મનોજને બુધવારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્માર્ટફોન (Smartphone) આપવામાં આવ્યો હતો. જો કે, ઘંટાઘર રામલીલા મેદાનમાં આયોજિત રોજગાર મેળા બાદ કોઈ અજાણ્યા શખ્સોએ તેને છીનવી લીધો હતો. લાભાર્થીઓની યાદીમાં નામ આવતાં મનોજને મોબાઈલ ફોન મળ્યો હતો.
આ પણ વાંચો: તિરુપતિ (Tirupati) ના પ્રસાદના લાડુમાં માછલીના તેલ અને ચરબીને લઈને શું છે વિવાદ, જાણો ગુજરાત સ્થિત લેબમાં થયેલ તપાસ રિપોર્ટમાં શું છે?
પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
આ મામલે મનોજે જણાવ્યું કે જ્યારે મોબાઈલ છીનવાઈ ગયો ત્યારે મેં એલાર્મ વગાડ્યું, પરંતુ લાઉડસ્પીકર પર કોઈ અવાજ સંભળાયો નહીં. મનોજ જિલ્લાના અફઝલપુર પાવટી ગામનો રહેવાસી છે. આ અંગે જ્યારે એડિશનલ પોલીસ કમિશનર રિતેશ ત્રિપાઠીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, સ્માર્ટફોન (Smartphone) કોણે છીનવ્યો તે વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
તમને જણાવી દઈએ કે આદિત્યનાથે બુધવારે રોજગાર મેળા કાર્યક્રમ અંતર્ગત યુવાનોને 6000 સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે અગાઉથી નોંધાયેલા 1000 બેરોજગાર યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી